ETV Bharat / city

જામનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર, આજે ભારે વરસાદની શક્યતા - Orange alert

રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવ્યું છે.

જામનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર
જામનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર
author img

By

Published : Aug 23, 2020, 1:18 PM IST

Updated : Aug 23, 2020, 8:03 PM IST

  • ભારે વરસાદથી સમગ્ર પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
  • મગફળી અને કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિ
  • જામનગર જિલ્લામાં 22 હજાર હેકટરમાં કપાસનું વાવેતર
  • 15 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર
  • રોકડીયા પાકો પણ વધુ વરસાદથી નિષ્ફળ જવાની શક્યતા

જામનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવ્યું છે. ગઈ કાલે પણ જામનગર શહેરમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

જામનગરમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી

આજે સવારથી મેઘરાજા મહેરબાન બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જામનગર જિલ્લામાં મોસમનો 200 ટકા વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચુક્યો છે. જામનગર જિલ્લાના મોટાભાગના તાલુકામાં 200 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે. હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે, ત્યારે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

આજ રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીએ નોંધાયેલા વરસાદી આંકડા પર એક નજર કરીએ તો છેલ્લા 48 કલાકમાં જામનગર જિલ્લામાં 1થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાના વસઈમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો વાંસજાળીયામાં ત્રણ ઇંચ જામજોધપુરના ધૂનડામાં બે ઇંચ, જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Last Updated : Aug 23, 2020, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.