- જી. જી. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા સતત ત્રીજા દિવસે વિરોધ
- વિવિધ પડતર માંગણીઓને લઈ નર્સિંગ સ્ટાફ કરી રહ્યો છે વિરોધ
- 15 માંગણી મૂકી સરકાર સમક્ષ
જામનગર: જિલ્લામાં ગુરુ ગોવિદસિંઘ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજ રોજ હોસ્પિટલ બહાર નર્સિંગ સ્ટાફ દ્વારા પોસ્ટરમાં વિવિધ 15 મુદ્દાઓ લખી અને વિરોધ કરવામાં આવ્યો છે. જો રાજ્ય સરકાર નર્સિંગ સ્ટાફના 15 મુદ્દાઓની માંગણી નહીં સ્વીકારે તો આગામી 18 મેથી તમામ કામગીરી બંધ કરવાની ચીમકી પણ નર્સિંગ સ્ટાફ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો: જામનગરમાં જી. જી. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તારીખ 12થી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે
18મીથી તમામ કામગીરીથી દૂર રહેવાનો કર્યો નિર્ણય
એક બાજુ કોરોનાની મહામારી છે તો બીજી બાજુ સરકારી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો રાજ્ય સરકારે ઉકેલ્યા ન હોવાના કારણે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી નર્સિંગ સ્ટાફ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા અને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઇ ઉકેલ ન આવતા આખરે નર્સિંગ સ્ટાફ દ્વારા ફરીથી આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મ્યુકોમાઈક્રોસિસની સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે 74 બેડની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ
નર્સિંગ સ્ટાફ ગઈ કાલે ડ્યુટી પર હાજર થયા હતા અને વિરોધ કર્યો હતો
આંદોલનમાં ઓન ડ્યુટીમાં રહેલો નર્સિંગ સ્ટાફ જોડાયો ન હતો અને જે લોકોની ડ્યુટી પૂર્ણ થઈ ગઈ છે અને જે લોકો ડ્યુટીમાં જોડાવાના હતા તેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. નર્સિંગ સ્ટાફ દ્વારા જામનગર ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.