જામનગર : NSUI (National Students' Union of India) અને યુથ કોંગ્રેસ દ્વારા ટ્યુશન ક્લાસીસની બાજુમાં જે પ્રકારે આગની ઘટના બની છે. તેવી ઘટનાઓને લઈ ફાયરના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. જામનગર શહેરમાં મોટા ભાગની સ્કૂલ અને કોલેજોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી આગની ઘટનાઓ બને તેવી શક્યતાઓ છે.
જામનગર NSUI દ્વારા શહેરની તમામ સ્કૂલ અને કોલેજમાં ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી ફરજીયાત કરવાની માગ કરવામાં આવી છે. જામનગરની રાધે ક્રિષ્ના એવન્યુમાં ભીષણ આગ લાગતાં ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો બચાવ કરવામાં આવ્યો હતો.
જામનગરમાં સુરત જેવી ઘટના બનતા અટકી હતી, ત્યારે NSUI દ્વારા જામનગરમાં સુરત જેવી ઘટના ન બને તે પહેલાં તમામ સ્કુલ અને કોલેજો તેમજ ટ્યુશન ક્લાસીસમાં ફરજિયાત ફાયર સેફ્ટીના સાધનો અને એન.ઓ.સીની માગ કરવામાં આવી છે.