- આયુર્વેદિક યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા યોજવા અંગે NSUIએ આપ્યું આવેદન
- 1 સપ્ટેમ્બરના રોજ યોજાઇ રહી છે પરીક્ષા
- કોરોના મહામારીને લઇ ઓનલાઇન પરીક્ષા અંગે વિદ્યાર્થીઓની માગ
- 300 જેટલા વિદ્યાર્થીઓએ લેખિતમાં અરજી કરી
જામનગરઃ પહેલી સપ્ટેમ્બરના રોજ આયુર્વેદિક યુનિવર્સીટીમાં KTના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાની છે. જો કે, હાલ કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓ ભય અનુભવી રહ્યાં છે. ત્યારે વિદ્યાર્થીઓની અપીલ છે કે, તેમની પરીક્ષા ઓનલાઈન યોજવામાં આવે, જેના કારણે તેઓ કોરોના સંક્રમણથી બચી શકે.
આ પ્રશ્ન મામલે 300 જેટલા વિદ્યાર્થીઓએ લેખિતમાં પ્રમુખને અરજીઓ મોકલી છે અને ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટી ખાતે વાઇસ ચાન્સલેરને NSUIના પ્રમુખ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ પરીક્ષા ઓનલાઈન યોજાઇ તે માટે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
હાલ જે પ્રકારે કોરોનાનું લોકલ સંક્રમણ વધી રહ્યું છે તે નજર અંદાજ કરી શકાય તેમ નથી. જેના કારણે વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા માટે માગ કરી છે.