વાલ્કેશ્વરી વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટના અધિકારી અને એસ્ટેટ શાખાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને તાત્કાલિક બાયોમેડિકલ વેસ્ટનો કબજો મેળવ્યો હતો.
આ વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યું એના વિશે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ હૉસ્પિટલોની પૂછપરછ થઈ રહી છે. પરંતુ અત્યારસુધી એક પણ ડૉક્ટરે બાયોમેડિકલની જવાબદારી સ્વીકારી નથી. જેથી જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને તપાસમાં કડક વલણ અપનાવ્યું છે.
આ બનાવ અંગે સોલિડ વેસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે," જે કોઈ વ્યક્તિ આ ઘટનામાં જવાબદાર હશે એની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે." આમ, બિનવારસી બાટોમેડિકલ મળતાં તંત્ર દ્વારા હૉસ્પિટલોમાં તપાસ હાથ ધરાઈ છે, ત્યારે જિલ્લાની હૉસ્પિટલો નિયમો અંગે સજાગતા દાખવી રહી છે.