- જામનગરમાં કોવિડના દર્દીઓના ભારે ધસારો
- જી. જી. હોસ્પિટલ થઈ હાઉસફૂલ
- કોવિડ હોસ્પિટલમાં 1,450 બેડ ફૂલ થઈ ગયા
જામનગર: જિલ્લાના કલેક્ટર એસ. રવીશકરે રાત્રે 11.30 કલાકે સંદેશો પાઠવ્યો હતો અને જણાવ્યું હતું કે, હવે પાંચ દિવસ માટે જી. જી. હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને દાખલ કરવામાં નહિ આવે. જોકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોવિડ હોસ્પિટલમાં 1,450 બેડ ફૂલ થઈ ગયા છે. તો ખાનગી હોસ્પિટલના 350 બેડ ફૂલ થઈ ગયા છે.
આ પણ વાંચો : રાજ્યમાં વધતા જતા કેસને લઈ અમદાવાદ સિવિલ તંત્ર સજ્જ
જામનગરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ હાઉસફુલ
કુલ મળીને જામનગર શહેરની તમામ કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગઈ છે. જોકે અન્ય જિલ્લામાથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેના કારણે જામનગરમાં દર્દીઓની તો સંખ્યા વધી સાથે સગા સબધીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં રિકવરી રેટ સારો હોવાના કારણે બહારથી લોકો સારવાર માટે આવી રહ્યા છે. સાથે સાથે કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે બુધવારે 55 દર્દીઓના મોત થયા છે. તો આજે ગુરુવારે 11 વાગ્યા સુધીમાં 30 દર્દીઓના મોત થયા છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે
મોરબીમાંથી મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ આવી રહ્યા છે
જામનગરની ગુરુ ગોવિદસિંહ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર ભરના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલ હાઉસફૂલ થઈ છે. તો અન્ય જિલ્લાની સરખામણીએ મોરબીના દર્દીઓ વધુ આવી રહ્યા છે અને મોરબીના દર્દીઓના મૃત્યુ પણ વધુ થઈ રહ્યા છે. કારણ કે છેલ્લા સ્ટેજમાં રહેલા દર્દીને અહીં લાવવામાં આવે છે.