ETV Bharat / city

જામનગર: પ્રસંશનીય સેવા બદલ 108 એમ્બ્યુલન્સના નવ કર્મીઓને કરાયા સન્માનિત - Honored with the award

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી અનેક મહામુલી જીંદગી બચાવવાની પ્રશંસનીય કામગીરી 108 એમ્બ્યુલન્સના કર્મીઓ દ્વારા બજાવવામાં આવી છે. જે કામગીરીને 108ના ગુજરાત રાજ્યના વડાની પ્રેરક ઉપસ્થિતિમાં બિરદાવવામાં આવી હતી અને કર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને ઉત્કૃષ્ટ કામગીરીને સન્માનિત કરાઇ હતી.

કર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને ઉત્કૃષ્ટ કામગીરીને સન્માનિત કરાઇ

author img

By

Published : May 28, 2021, 1:43 PM IST

  • કોરોનાકાળમાં 108ના કર્મચારીઓએ નિભાવી બેસ્ટ ડ્યુટી
  • કામગીરીને 108ના ગુજરાત રાજ્યના વડાની પ્રેરક ઉપસ્થિતિમાં બિરદાવવામાં આવી
  • કર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને ઉત્કૃષ્ટ કામગીરીને સન્માનિત કરાઇ

જામનગર: શહેરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા તથા મોરબી જિલ્લાના કુલ 18 કર્મીઓને સન્માનિત કરાયા હતા. જેમાંથી જામનગર જિલ્લાના 108 એમ્બ્યુલન્સના 9 કર્મીઓને પણ એવોર્ડ તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોરોનાકાળમાં 108ના કર્મચારીઓએ નિભાવી બેસ્ટ ડ્યુટી

આ પણ વાંચો: કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ કર્મીઓ માટે આઇસોલેશન રૂમ બનાવાયો

ફોટોગ્રાફી કોમ્પિટિશન અન્વયે એવોર્ડથી સન્માનિત કરાયા

આ કર્મીઓમાં પાઇલોટ સુખદેવસિંહ વાળા તથા EMT અશ્વિન ડોડિયાને પ્રમાણિકતા સન્માન, EMT અલ્પા ઝાલા તથા પાઇલોટ રામભાઇ કારાવદરાને ઇ.એમ.કેર એવોર્ડ, EMT ગતિક્ષા ડોડિયા તથા ભાવેશ ભરડાને પ્રેરણાદાયી એવોર્ડ તેમજ કમલેશ ચાવડા, રાજદિપસિંહ જાડેજા તથા પુષ્પરાજસિંહ જાડેજાને ફોટોગ્રાફી કોમ્પિટિશન અન્વયે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

આ પણ વાંચો: ભુજમાં મીડિયા કર્મીઓ માટે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું

108ના પાયલોટને શિલ્ડ આપી સન્માનિત કરાયા

આ પ્રસંગે 181 અભયમના ગુજરાતના વડા નરેન્દ્ર ગોહિલ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટડો. તિવારી, સી.ડી.એચ.ઓ. ડો. બિરેન મણવર, એમ.પી.શાહ મેડીકલ કોલેજના પ્રોફેસર ડો. ઘાચી, જી.જી.હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. પી.આર.ભૂવા ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.