ETV Bharat / city

Nigerian gang terror in Jamnagar: નોકરી અપાવવાની લાલચે યુવક સાથે 40 લાખની છેતરપિંડી, ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો - જામનગર પોલીસે નાઈજિરીયન ગેંગનો પર્દાફાશ કર્યો

રાજ્યમાં નાઈજિરીયન ગેંગનો આતંક વધી રહ્યો છે. ત્યારે જામનગર શહેરમાં એક યુવાનને નોકરી અપાવવાની લાલચ આપી તેની સાથે છેતરપિંડી (Nigerian gang terror in Jamnagar) થઈ છે. આ યુવકને મુંબઈની આંગડિયા પેઢીમાં નોકરી અપાવવાની લાલચ આપી તેના બેન્ક ખાતામાંથી 40 લાખ રૂપિયાની લેવડદેવડ કરી છેતરપિંડી (Cheating with Jamnagar youth under the pretext of job) કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ કેસમાં નાઈજિરીયન ગેંગનો પર્દાફાશ (Jamnagar police exposed Nigerian gang) કરી ગેંગના સૂત્રધારની ધરપકડ કરી હતી. આ નાઈજિરીયન ગેંગે છેલ્લા 2 મહિનામાં અલગ અલગ બેન્ક ખાતાઓમાં 7 કરોડનો વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું હતું.

Nigerian gang terror in Jamnagar: નોકરી અપાવવાની લાલચે યુવક સાથે 40 લાખની છેતરપિંડી, ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

author img

By

Published : Dec 16, 2021, 12:34 PM IST

  • જામનગર પોલીસે ચીટર નાઈજિરીયન ગેંગનો કર્યો પર્દાફાશ
  • પોલીસે નાઈજિરીયન ગેંગના મુખ્ય સૂત્રધારની મુંબઈથી કરી ધરપકડ
  • આ ગેંગ આંગડિયા પેઢીની આડમાં લોકો સાથે કરતી હતી છેતરપિંડી

જામનગરઃ શહેરમાં રહેતા યુવાનને મુંબઈની આંગડિયા પેઢીમાં ઉંચા પગારે નોકરી આપવાની લાલચ આપી તેની સાથે છેતરપિંડી (Cheating with Jamnagar youth under the pretext of job) કરવામાં આવી હતી. આ યુવાનના આધાર પૂરાવાનો ઉપયોગ કરી બોગસ પેઢી બનાવી તેના બેન્ક ખાતામાં 40 લાખથી વધુ રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી હતી. તો આ છેતરપિંડીના કેસમાં પોલીસે નાઈજિરીયન ગેંગનો પર્દાફાશ (Jamnagar police exposed Nigerian gang) કરી એક શખ્સની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન આ ગેંગે છેલ્લા 2 મહિનામાં જુદા જુદા ખાતાઓમાં આશરે 7 કરોડના વ્યવહાર કર્યાનું ખૂલ્યું હતું.

પોલીસે નાઈજિરીયન ગેંગના મુખ્ય સૂત્રધારની મુંબઈથી કરી ધરપકડ

આ પણ વાંચો- વિસનગરમાં થયેલી છેતરપીંડીના તાર છેક નાઈઝીરીયામાં મળ્યા, વિદેશી ટોળકીએ લાખો રૂપિયા લૂંટી લીધા

આ રીતે થઈ છેતરપિંડી

દેશવ્યાપી છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતા હરીશ જેઠા પરમાર નામના યુવાન જતીન પાલા નામના શખ્સને મળ્યો હતો. જતીન પાલાએ હરીશને મુંબઈની આંગડિયા પેઢીમાં ઉંચા પગારે નોકરી અપાવવાની (Cheating with Jamnagar youth under the pretext of job) લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ જતીને હરીશ પાસેથી નોકરી માટે (Cheating with Jamnagar youth under the pretext of job) ચાલુ અને બચત ખાતુ ખોલવા દસ્તાવેજો મેળવી લીધા હતા. ત્યારબાદ જતીન પાલા અને તેના સાગરિત મોહિત પરમારે પી. એલ. કન્સલ્ટન્ટ નામની બોગસ પેઢીનું ખાતું ખોલાવ્યું હતું. આ પેઢીમાં બંને શખ્સો દ્વારા એક મહિનામાં જ આશરે 40 લાખ રૂપિયાના વ્યવહારો કર્યા હતા. બેન્ક ખાતામાં લાખોના વ્યવહાર થયાનું જણાતા હરીશે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જામનગર પોલીસે ચીટર નાઈજિરીયન ગેંગનો કર્યો પર્દાફાશ

જામનગર પોલીસે મુંબઈમાંથી નાઈજિરીયન આરોપીને ઝડપી પાડયો

જામનગર પોલીસે જતીન પાલા અને મોહિત પરમારના રહેણાક મકાનમાંથી રેડ પાડી હતી. તે દરમિયાન વિવિધ બેન્કના ખાતામાંથી જુદા જુદા વ્યક્તિઓના નામે ખાતા ખૂલ્યા હોવાનું સામે આવ્યું હતું. સાથે જ આ ખાતાઓમાંથી 2 મહિના દરમિયાન 6.95 કરોડ રૂપિયાના વ્યવહાર થયાનું પણ ખૂલ્યું હતું. પોલીસે બંને શખ્સોના ઘરેથી 30 ATM કાર્ડ અને 29 ચેકબુક તથા રબર સ્ટેમ્પ અને 2 મોબાઈલ તથા 6 સીમ કાર્ડ મળી આવતા કબજે કર્યા હતા.

પોલીસે નાગરિક બેન્ક પાસેથી મુદ્દામાલ કબજે કર્યો

તપાસ દરમ્યાન પોલીસે આ બેન્ક ખાતાઓમાં રહેલી 24,08,000 રૂપિયાની રકમ ફ્રીઝ કરી હતી. તેમ જ આ બંને શખ્સોએ ખાતામાં રહેલી રકમ બેન્કમાંથી ઉપાડીને મુંબઈમાં રહેતા રાફેલ એડેડીઓ ઈન્કા નામના નાઈજિરીયન શખ્સને જામનગર અને રાજકોટની આંગડિયા પેઢી દ્વારા મોકલી આપ્યા હતા. આ તપાસમાં સમગ્ર છેતરપિંડી નાઈજિરીયન ગેંગ દ્વારા (Nigerian gang terror in Jamnagar) કરવામાં આવતી હતી અને દેશના અનેક શહેરોમાંથી કોઈ પણ રીતે છેતરપિંડી આચરતા હતા.

આ પણ વાંચો- જૂનાગઢના એક વ્યક્તિ સાથે 1.32 કરોડની ઓનલાઈન છેતરપિંડી કરનારો નાઈજિરિયન ઝડપાયો

જામનગરના બે સ્થાનિક શખ્સ પણ છેતરપિંડીમાં સંડોવાયા હોવાનું ખૂલ્યું

આ છેતરપિંડીમાં જામનગરના જતીન પાલા અને મોહિત પરમારે રિસીવરની ભૂમિકા ભજવી હોવાનું ખૂલ્યું હતું. આ ઉપરાંત પોલીસે મુંબઈમાંથી રાફેલ એડેડીઓ ઈન્કા નામના નાઈજિરીયન શખ્સને ટેકનિકલ એનાલિસીસના આધારે સ્થાનિક પોલીસની મદદથી દબોચી લઈ (Nigerian gang leader arrested from Mumbai) જામનગર લઈ આવ્યા હતા. તેમ જ આ સમગ્ર છેતરપિંડી અને ગેરકાયદે નાણા વ્યવહાર નાઈજિરીયન દ્વારા છેતરપિંડીથી (Nigerian gang terror in Jamnagar ) કરવામાં આવી હતી. આ પ્રકરણમાં અગાઉ દિલ્હી, બેંગ્લોર, વડોદરામાં ફરિયાદ નોંધાઈ છે. જામનગર પોલીસે રાફેલ એડેડીઓ ઈન્કા નામના નાઈજિરીયન શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.