જામનગરઃ જામજોધપુર તાલુકાના ગઢકડા ગામના સરપંચ યાસીનભાઈ સફિયાના ભાઈ ફિરોજભાઈ ઓસમાણ સફિયા શનિવારે રાત્રિના ગઢકડા ગ્રામ પંચાયતની ઑફિસમાં ખેડૂતોના પાક વિમાના ફોર્મ ભરી રહ્યા હતા. તે દરમિયાન બાઇકમાં બે શખ્સોએ ઈસ્માઈલભાઈ જૂસબભાઈ સફિયા ઉપર ગોળીના બે રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયા હતા. જેમાં ઈસ્માઈલભાઈને પગમાં છરા વાગ્યા હતા અને સારવાર લેવી પડી હતી. સમગ્ર બનાવ અંગે સરપંચના ભાઈ ફિરોઝ સફિયા દ્વારા બે અજ્ઞાત શખ્સો સામે ફાયરિંગ કરાયાની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવી હતી.
ગઢકડા ફાયરિંગ કેસમાં નવો ખુલાસો: ખુદ સરપંચે જ પોતાના પર કરાવ્યું હતું ફાયરિંગ, જાણો શું છે ઘટના? - લેટેસ્ટ ક્રાઇમ ન્યૂઝ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં ગ્રામ પંચાયતની ઑફિસમાં ગત શનિવારની રાત્રે બે અજ્ઞાત શખ્સોએ સરપંચના ભાઇ સહિત બે વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરનાર બે શખ્સોની LCB દ્વારા કરાયેલી પૂછપરછમાં ફરિયાદીએ જાતે જ રૂપિયા 60 હજારની સોપારી આપી ફાયરિંગ કરાવ્યાની કેફિયત આપી હતી. અગાઉ ભાઈની હત્યા પ્રકરણમાં સામેના જૂથના એક વ્યક્તિને સંડોવવામાં માટે જ બનાવટી ફાયરિંગની ઘટનાનું કાવતરું રચ્યું હોવાનું ખુલતા LCBએ ફરિયાદી અને ફાયરિંગ કરનારા બે સહિત 3 શખ્સોની ધરપકડ કરી હતી.