- જામનગર કોર્પોરેશન ચૂંટણી માટે NCPએ પ્રથમ યાદી કરી જાહેર
- 64 જેટલા ઉમેદવારોના નામ કર્યા જાહેર
- ભાજપ-કોંગ્રેસ AAP અને NCP વચ્ચે જામશે જંગ
જામનગરઃ જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ NCPએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 10 ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે. જામનગર મહાનગરપાલિકામાં કુલ 16 વોર્ડમાં 64 જેટલા ઉમેદવારો ઊભા રાખશે. એનસીપીના આ કાર્યક્રમ દરમિયાન એનસીપીના નેતા રેશમા પટેલ હાજર રહ્યા હતાં.
તમામ વોર્ડમાં NCP ઉભા રાખશે ઉમેદવાર
આજે એનસીપી દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે એનસીપીના મહિલા પ્રદેશ પ્રમુખ અને સૌરાષ્ટ્રના પ્રભારી રેશમા પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પત્રકારો સાથે પણ એનસીપીના મેનિફેસ્ટો વિશે વાત કરી હતી.
ભાજપ-કોંગ્રેસ AAP અને NCP વચ્ચે જામશે જંગ
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે એનસીપી અને આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. એનસીપી તમામ વોર્ડમાંથી ચૂંટણી લડશે તો આમ આદમી પાર્ટી પણ તમામ વોર્ડમાંથી ચૂંટણી લડશે. જોકે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હતી. પરંતુ આ વખતે અન્ય પાર્ટીઓ મેદાનમાં આવતા ભાજપને કોંગ્રેસ માટે રાહ મુશ્કેલ બનશે.
જામનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવા સાથે પક્ષ દ્વારા સંકલ્પ પત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મ નાયકની જેમ દરેક વોર્ડમાં એક ફરિયાદ પેટી રાખવામાં આવશે. જેમાં આવતી ફરિયાદોનો સાત દિવસમાં નિકાલ કરવામાં આવશે. ઉપરાંત ફરિયાદો માટે પક્ષનું એક કોલ સેન્ટર પણ ઉભુ કરવામાં આવશે. તેમજ એક મોનિટરીંગ ટીમની રચના કરવામાં આવશે. જે મહાપાલિકામાં ચાલતી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખશે. આ સાથે જ જામનગરનો વિકાસ કરવા અને શહેરમાં જનતારાજ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
• NCPએ નામ જાહેર કરેલ ઉમેદવાર
વોર્ડ નંબર | ઉમેદવારનું નામ |
6 | રમાબેન અમરકાન્ત પંડયા |
7 | કમલેશભાઈ બી. મહેતા |
8 | કલ્પેશ વસંતભાઈ લીંબાસીયા |
11 | ભાવેશ ધીરૂભાઈ જાપા |
15 | નિલેશભાડુ ભાણજીભાઈ વસોયા |
16 | બીનેશભાઈ જમનભાઈ નારીયા |
11 | રજાકભાઈ સીદીકભાઈ ખીરા |
6 | ડાડુભાઈ પીઠાભાઈ વૈરૂ |
16 | દિલીપ એમ. કણજારીયા |
16 | મુકેશભાઈ એસ. વ્યાસ |