- નયનાબા જાડેજાએ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને આપ્યું આવેદનપત્ર
- કોવિડ હોસ્પિટલમાં CCTV લગાવવા કરી માગ
- દર્દીઓને સમયસર યોગ્ય વસ્તુઓ નથી મળતી
જામનગર: જિલ્લામાં અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની મંચ દ્વારા હોસ્પિટલમાં તાત્કાલિક CCTV લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કારણ કે કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને સમયસર યોગ્ય વસ્તુઓ મળતી નથી.
આ પણ વાંચો: જામનગર: રિલાયન્સ સમગ્ર દેશમાં મોકલશે 700 ટન ઓક્સિજન
કોવિડના દર્દીઓને નથી મળતી સારી વ્યવસ્થા
સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજાએ જી. જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. દિપક તિવારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક સર્જાતી અવ્યવસ્થા દૂર કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, કોઈ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને પોતાના સગા-વ્હાલા નાસ્તો તેમજ અન્ય કોઈપણ વસ્તુ મોકલે તો તે તેની પાસે પહોંચતી નથી અને કોઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ દર્દીના સગાં-વહાલા પાસેથી વસ્તુ પર પહોંચાડવાના નામે પૈસા પણ ઉઘરાવી રહ્યા છે.
આ પણ વાંચો: રિયાલિટી ચેક - જામનગરની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ
CCTV લગાવવામાં આવે તો દર્દીઓની હાલત જાણી શકાય
જો કોઈ હોસ્પિટલની અંદર CCTV લગાવવામાં આવે તો હોસ્પિટલની બહારથી તેના સગાં-વહાલાઓ સમગ્ર સ્થિતિનું નિરિક્ષણ કરી શકે.