- જામનગરમાં મુસ્લિમ સમાજમાં વસીમ રિઝવી વિરુદ્ધ આક્રોશ
- કુરાનમાંથી આયાત દૂર કરવાની વાતથી દુભાઈ લાગણી
- આગેવાનોએ પત્રકાર પરિષદ સંબોધી વિરોધ દર્શાવ્યો
જામનગર: શિયા વકફ બોર્ડના પૂર્વ સભ્યએ કુરાનમાંથી આયાત દૂર કરવાની માગ કરી હતી. જેના કારણે મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જામનગરના મુસ્લિમ ધર્મગુરુઓ અને આગેવાનોએ પત્રકાર પરિષદ સંબોધી વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો:કુરાનની આયાતોનો વિરોધ કરનારા વસીમ રિઝવી વિરુદ્ધ પોલીસને આવેદન અપાયું
મુસ્લિમ સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ એકઠા થયા હતા
ઉલ્લેખનીય છે કે, શિયા વકફ બોર્ડના પૂર્વ પ્રમુખ વસીમ રિઝવી દ્વારા મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેમજ કુરાનમાંથી આયાત દૂર કરવાની વાત કરવામાં આવી હતી તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવી છે.
આ પણ વાંચો: વસીમ રિઝવીને રાજસ્થાનના યુવકે આપી જાનથી મારી નાખવાની ધમકી