જામનગર: શહેરની જી.જી. હોસ્પિટલમાં છેલ્લા 21 દિવસથી MRI મશીન બંધ હાલતમાં છે. આજ રોજ કોંગ્રેસ દ્વારા જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક મશીન શરૂ કરવાની માંગ કરી છે. જી.જી.હોસ્પિટલમાં હાલમાં MRI મશીન રાખવામાં આવ્યું છે. તે 12 વર્ષ જૂનું મશીન છે. જી.જી. હોસ્પિટલ દ્વારા ખાનગી કંપનીને રૂપિયા 6 લાખ ચુકવવામાં ન આવતા મશીન મેન્ટેનન્સ કરવામાં આવતું નથી.
- જામનગરની જી જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ
- જામનગરની જી.જી.હોસ્પિટલમાં ૨૧ દિવસથી MRI મશીન બંધ
- કોંગ્રેસના કાર્યકરોએ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી અને તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી
આ કારણે અવારનવાર MRI મશીન બંધ પડી જાય છે. આજ રોજ કોંગ્રેસના કાર્યકરોએ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી અને તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. જેથી હોસ્પિટલમાં MRI મશીન બંધ હોવાના કારણે ગરીબ દર્દીઓએ ખાનગી દવાખાનામાં ના છૂટકે સારવાર કરવી પડે છે.