ETV Bharat / city

ગ્રામ્ય વિસ્તારના 46 હજારથી પણ વધુ લોકો રસી લઈ કોવિડ-19 સામે સુરક્ષિત બન્યાં - રસીકરણ ન્યૂઝ

જામનગરના વરિષ્ઠ નાગરિકોએ મોટા પ્રમાણમાં રસીકરણ ઝૂંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ ટૂંકા ગાળામાં મહતમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે, ત્યારે રસી લેવાની બાકી હોય તેવા નાગરિકો પણ આ વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પૂરૂ પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક છે.

રસી લઈને લોકો કોવિડ-19 સામે બન્યાં સુરક્ષિત

author img

By

Published : Mar 23, 2021, 7:24 PM IST

  • કોરોના રસીકરણ અંગે જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ જાગૃતિ
  • ગ્રામ્ય વિસ્તારના 46 હજારથી વધુ લોકોએ લીધી રસી
  • રસી લઈને લોકો કોવિડ-19 સામે બન્યાં સુરક્ષિત
  • રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો

જામનગર: જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના રસીકરણ અભિયાન ખાસ ઝૂંબેશના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગયા દિવસોમાં આ માટે ખાસ વેક્સિનેશન ડ્રાઈવનું પણ આયોજન હાથ ધરાયું હતું, ત્યારે જિલ્લાના તમામ તાલુકા તથા ગ્રામીણ મથકો પર યોજવામાં આવેલા વેક્સિનેશન કેમ્પને લોકોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે.

આ પણ વાંચો: ભરૂચ જિલ્લામાં પુરજોશમાં થઇ રહ્યું છે કોરોનાનું રસીકરણ

ગ્રામ્ય વિસ્તારોમાં પણ વેક્સિન અપાઈ રહી છે...

ગ્રામીણ વિસ્તારના 46 હજારથી પણ વધુ લોકોએ વેક્સિન લીધી હતી અને કોરોના સામે પોતાની જાતને સુરક્ષિત કરી હતી. ગ્રામીણ વિસ્તારમાં લોકો કોવિડ પ્રતિરોધક રસી લેવા જાગૃત થાય તે માટે આશાવર્કર બહેનો, આંગણવાડી બહેનો, ફિમેલ હેલ્થ વર્કર તથા શિક્ષકો દ્વારા આઇ.ઇ.સી.એક્ટિવિટી, ધાર્મિક સ્થળો તથા જ્ઞાતિની વાડી ખાતે લોકો સાથે બેઠકોનું આયોજન, બહોળો લોકસંપર્ક સહિતના ખાસ જન જાગૃતિ કાર્યક્રમો સતત યોજવામાં આવ્યા હતા.

રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો

આ પણ વાંચો: ભાવનગરમાં એક સાથે 555 વડીલોનું કરાયું વેક્સિનેશન

વેક્સિન કોરોના સામે લડવા માટે યોગ્ય છે

જેના ફળ સ્વરૂપે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો તથા 45થી 60 વર્ષ વચ્ચેના અન્ય રોગ ધરાવતા નાગરિકોનું બહોળી સંખ્યામાં રસીકરણ શક્ય બન્યું હતું.

ગ્રામ્ય વિસ્તારના સિનિયર સિટીઝન વેક્સિન લેવા આવી રહ્યા છે આગળ

તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને જાગૃત કરવા અનેક ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેની ફલશ્રુતિ રૂપે અનેક વરિષ્ઠ નાગરિકો રસી લેવા આગળ આવ્યા છે. જેમાંના એક ચંદ્રકાંતભાઇ સોલંકીએ અન્ય જામનગરવાસીઓને રસી લેવા અપીલ કરતા જણાવ્યું હતું કે, રસીની મને કોઇ આડઅસર થઇ નથી અને સ્ટાફ દ્વારા ખૂબ જ સહકાર મળ્યો છે. રસી આપનારો સ્ટાફ તાલીમબધ્ધ છે. રસીથી આપણે પોતાને અને બીજાને પણ સુરક્ષિત કરીએ છીએ તેથી દરેકે રસી લેવી જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.