ETV Bharat / city

જામનગરની મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓના કરી રહી છે અંતિમ સંસ્કાર

કોરોનાના વાઈરસના નામથી લોકો દૂર ભાગી જાય છે. ત્યારે કોરોના દર્દીનો મૃત્યું થાય ત્યારે પરિવારની ચિંતા વધવી સ્વાભાવિક છે. સાથે નિયમ મુજબ સંબંધિઓને નજીકમાં પણ આવવા દેવામાં આવતા નથી. જામનગરના મોક્ષ ફાઉન્ડેશનના સભ્યો આવા સંજોગોમાં ખાસ કિટ પહેરીને આ કાર્ય કરે છે. મૃતદેહોના વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

etv bharat
જામનગર
author img

By

Published : Aug 6, 2020, 4:47 PM IST

જામનગર : કોરોના વૈશ્વિક મહામારીમાં રોજ નવા દર્દીઓની સંખ્યા વધી છે સાથે સાથે મોતનો આકડો પણ વધી રહ્યો છે. જામનગરમાં કોરોનાના દર્દીઓના મૃત્યુ બાદ મૃતકના અંતિમ સંસ્કાર કરતી એક સંસ્થા છે. શહેરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના મોત બાદ પરિવારજનો મૃતદેહ પણ લેવા ન આવતા જિલ્લા વહીવટીતંત્ર મુશ્કેલીમાં મૂકાયું હતું.

વિક્રમસિંહ ઝાલા મોક્ષ ફાઉન્ડેશન મેનેજિંગ ડિરેક્ટર જો કે, જામનગરના સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મોક્ષ ફાઉન્ડેશને કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કારનું બીડું ઝડપ્યું છે.

જામનગરમાં કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર મોક્ષ ફાઉન્ડેશન કરે

જામનગરનું મોક્ષ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા અત્યાર સુધીમાં 1500 જેટલી બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મોક્ષ ફાઉન્ડેશનના સભ્યો પીપીઈ કીટ પહેરી જે તે સ્મશાનમાં દર્દીની બોડી લઈ જાય છે અને ત્યાં જે તે ધર્મના રિવાજ પ્રમાણે આ મૃતદેહના અંતિમ સંસ્કાર કરે છે..

મોક્ષ ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર વિક્રમસિંહએ ઈટીવી સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 20 વર્ષથી બિનવારસુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. ખાસ કરીને ગરીબ દર્દીનું મોત થતાં તેમના પરિવારને મોતના સમયે પણ મોક્ષ ફાઉન્ડેશન તમામ પ્રકારની મદદ કરે છે.

મોક્ષ ફાઉન્ડેશન દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.જામનગરની જી.જી હોસપીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી અહીં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.