ETV Bharat / city

ધારાસભ્ય નૌશાદ સોલંકીએ હોસ્પિટલમાં સફાઈ કર્મી મહિલાઓને માર મારવાના મામલે SPને આપ્યુ આવેદન - જામનગર જિલ્લા પોલીસવડા

જામનગર શહેરમાં જી.જી.હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા સવિતાબેન બીપીન અને કાજલ બેનને 26 મેંના રોજ એક પોલીસ કર્મચારી અને અન્ય 2 વ્યકિતઓએ માર માર્યો હતો. આ બાબતે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી, મહાનગર પાલિકાના કોર્પોરેટર આનંદ રાઠોડ અને પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ સહિતના અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી તાત્કાલિક પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે.

ધારાસભ્ય નૌશાદ સોલંકીએ હોસ્પિટલમાં સફાઈ કર્મી મહિલાઓને માર મારવાના મામલે SPને આપ્યુ આવેદન

author img

By

Published : Jun 2, 2021, 12:11 PM IST

  • જામનગરમાં જી.જી હોસ્પિટલમાં મહિલા સફાઈ કર્માચારીઓને માર્યો માર
  • પોલીસ કર્મચારી, સિક્યુરિટી ગાર્ડ અને હોસ્પિટલ કર્મીએ માર માર્યો
  • નૌશાદ સોલંકી, મનપા કોર્પોરેટર સહિતના અગ્રણીઓએ SPને કરી રજૂઆત

જામનગર:સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ શહેરની જી.જી. હોસ્પિટલમાં 26 મેંના રોજ કોરોના વોર્ડમાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતો સવિતા બેનને પોલીસ કર્મચારી અને નાથાભાઈ નામના સેક્યુરીટી ગાર્ડ અને કોરોના વોર્ડમાં કામ કરતો કૌશિક નામનો માણસે માર માર્યો હતો. તેને માર મારવાથી સવિતા બેનને માથામાં ઈજા થતાં લોહી લુહાણ થયા બાદ કાજલ બેનને પણ આરોપીઓએ માર માર્યો હતો.

આ પણ વાંચોઃ જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે 18 કરોડના ખર્ચે નવું MRI મશીન ખરીદવાની પ્રક્રિયા શરૂ

ધારાસભ્ય નૌશાદ સોલંકીએ SPને કરી રજૂઆત

જી.જી. હોસ્પિટલમાં મહિલાઓને માર માર્યો હોવાથી તેઓને ન્યાય અપાવા દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી, મહાનગર પાલિકાના કોર્પોરેટર આનંદ રાઠોડ અને પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ સહિતના અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં તાત્કાલિક પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

ધારાસભ્ય નૌશાદ સોલંકીએ હોસ્પિટલમાં સફાઈ કર્મી મહિલાઓને માર મારવાના મામલે SPને આપ્યુ આવેદન
ધારાસભ્ય નૌશાદ સોલંકીએ હોસ્પિટલમાં સફાઈ કર્મી મહિલાઓને માર મારવાના મામલે SPને આપ્યુ આવેદન

આ પણ વાંચોઃ જી. જી. હોસ્પિટલને પ્રધાન આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રૂપિયા 73 લાખની ફાળવી ગ્રાન્ટ

બંન્ને મહિલા સફાઈ કર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ

જી.જી.હોસ્પિટલમાં મહિલા સફાઈકર્મીઓને માર મારવાથી બંન્ને મહિલાઓ છેલ્લા 5દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાલ્મિકી સમાજના લોકો લાલબગલા સર્કલ પર ધરણા કરી રહ્યા છે ત્યારે 1 જૂનના રોજ મંગળવારે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રેનને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.