- જામનગરમાં પ્રધાન હકુભાએ રસીકરણનો પ્રારંભ કરાવ્યો
- જિલ્લાના 11,000 આરોગ્ય કર્મીઓને રસી અપાશે
- ગુજરાતમાં સૌથી પહેલા કેસ જામનગરમાં નોંધાયો હતો
જામનગરઃ જામનગર જિલ્લામાં પહેલા 11,000 જેટલા આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવશે ત્યારે બાદ પોલીસ,ફાયર જવાનો અને સેનાના જવાનોને રસી આપવામાં આવશે. જામનગરમાં જી. જી. હોસ્પિટલમાં રાજ્યના અન્ન અને પૂરવઠા પ્રધાન હકુભા જાડેજાએ રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે પૂર્વ પ્રધાન વસુબહેન ત્રિવેદી, જિલ્લા કલેકટર, કમિશનર,હોસ્પિટલ ડીન, સુપરિટેન્ડેન્ટ, આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એક વર્ષ અને બે મહિના બાદ કોરોનાની રસીની શોધ કરાઈ
આજથી જે રસી આરોગ્ય કર્મીઓને આપવામાં આવી રહી છે. તે ભારતીય બનાવટ છે. બે ભારતીય કંપનીઓ દ્વારા કોરોનાની રસી બનાવવામાં આવી છે. સ્વદેશી રસીનો આજથી દેશમાં વિતરણ કરવામાં આવી રહી છે.
કોરોના બેકાબૂ બન્યો હતો ત્યારે દર્દીઓના ટેસ્ટિંગ કરવા એ મોટો પડકાર બન્યો હતો. જોકે, રાજ્ય સરકારે અમદાવાદ બાદ જામનગરને કોવિડ ટેસ્ટિંગ માટે લેબ ફાળવી હતી અને જામનગરની જી જી હોસ્પિટલમાં અનેક દર્દીઓના જીવ બચાવ્યા છે. જામનગરમાં પહેલો કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. રાજકોટનો એક વ્યક્તિ ટ્રેન મારફતે જામનગર આવ્યો હતો અને તેનો રિપોર્ટ પૂણે લેબમાં ટેસ્ટ કરાવ્યો હતો અને એ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
હાલાર વાસીઓને જામનગરની કોવિડ હોસ્પિટલ આશીર્વાદ રૂપ બની
જામનગરમાં જી. જી. હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં બનાવવામાં આવી હતી. કુલ 1200 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરમાંથી કોવિડના દર્દીઓ જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર માટે આવતા હતા, જે જિલ્લા વહીવટીતંત્ર માટે એક ચેલેન્જ હતી.