ETV Bharat / city

ધુળેટીના પર્વ પર વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી - વેપારીઓએ સ્વયંભુ બંધ રાખી

જામનગરના લોકોએ પોતાના ઘરે જ ધુળેટીની ઉજવણી કરી હતી. ધુળેટીના પર્વ પર જામનગરમાં મોટાભાગના વેપારીઓએ દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી હતી. જામનગરમાં હવાઈ ચોક, સુપરમાર્કેટ સહિતની મુખ્ય બજારોમાં દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી.

ધુળેટીના પર્વ પર બજારોમાં દુકાનો બંધ જોવા મળી હતી

author img

By

Published : Mar 29, 2021, 6:37 PM IST

  • લોકોએ ધુળેટીની ઘરમાં ઉજવણી કરી
  • હવાઈ ચોક ખાતે સવારે લોકોની ભીડ એકઠી થઈ હતી
  • પોલીસે ભીડને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી
  • વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું

જામગનરઃ રાજ્યમાં છેલ્લા 20 દિવસથી કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જામનગરમાં પણ રોજના 40 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે સોમવારે ધુળેટીનો તહેવાર હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા લોકોની ભીડ એકઠી ન થાય, લોકો ઘરની બહાર નીકળીને ધુળેટીનો તહેવાર ના ઉજવે તે માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. મોટાભાગના લોકોએ પોતાના ઘરે જ ધુળેટીની ઉજવણી કરી હતી. ધુળેટીના પર્વ પર જામનગરમાં મોટાભાગના વેપારીઓએ પણ સ્વયંભુ બંધ પાડયો હતો અને જામનગરમાં હવાઈ ચોક, સુપરમાર્કેટ સહિતની મુખ્ય બજારોમાં દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી.

લોકોએ ધુળેટીની ઘરમાં ઉજવણી કરી
લોકોએ ધુળેટીની ઘરમાં ઉજવણી કરી

આ પણ વાંચોઃ હોળી-ધુળેટી મામલે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

વેપારીઓએ ધુળેટી પર્વ પર રાજ્ય સરકારના આદેશને આપ્યું સમર્થન

જામનગરમાં હવાઈ ચોક ખાતે સવારે લોકોની ભીડ એકઠી થઈ હતી ત્યારે પોલીસ દ્વારા લોકોની ભીડને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જોકે બાદમાં વેપારીઓએ પોલીસની વાત માની અને મોટાભાગના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી તેમજ લોકો પણ ઘરની બહાર નીકળી રહ્યા નથી.

વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી

જામનગરમાં બે દિવસમાં પાંચ વ્યક્તિના કોરોનાથી મોત

ઉનાળાની શરૂઆત થતાં જ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમજ જામનગરની જી. જી. હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં પાંચ કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજ્યા છે. તહેવાર પર કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે અને હવે લોકો પણ સ્વયંભૂ સાવધાની રાખી રહ્યાં છે.

આ પણ વાંચોઃ ધુળેટી રમવા પર પ્રતિબંધ થતાં કલર અને પિચકારીના હોલસેલના વેપારીઓની હાલત કફોડી બની

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.