ETV Bharat / city

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ સભ્ય અંજના પવારની ઉપસ્થિતિમાં Meeting, સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષની ચર્ચા

સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષ માટે જામનગર ખાતે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારના અધ્યક્ષ સ્થાને Meeting યોજાઇ હતી. બેઠકમાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નોની વિગતો સાંભળવામાં આવી હતી.

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ સભ્ય અંજના પવારની ઉપસ્થિતિમાં Meeting, સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષની ચર્ચા
રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ સભ્ય અંજના પવારની ઉપસ્થિતિમાં Meeting, સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષની ચર્ચા
author img

By

Published : Jul 7, 2021, 11:00 PM IST

  • સફાઇ કર્મચારી આયોગ સભ્યની અધ્યક્ષતામાં Meeting
  • જામનગર કલેક્ટર કચેરીએ યોજાઈ બેઠક
  • સફાઈ કર્મચારીઓની સમસ્યાઓ અને ઉત્કર્ષ વિશે વિગતો મેળવાઈ

    જામનગર : સફાઇ કર્મચારીઓના ઉત્કર્ષ હેતુ સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજનાબેન પવારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે Meeting યોજાઇ હતી. બેઠકમાં અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. સફાઈ કર્મચારી આયોગના અધિકારીઓ અને સભ્યો સાથેની બેઠકમાં અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નો વિગતવાર સાંભળ્યાં હતાં.
    અંજનાબેને સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી આપી

    અધિકારીઓ- સભ્યો સાથે અંજનાબેને કર્યો વિચાર વિમર્શ

    છેવાડાના નાગરિકોનું ઉત્થાન કરવા તથા તેમને પાયાની જરૂરીયાતો પુરી પાડવા માટેના વડાપ્રધાનના પ્રયત્નોની તેમણે સરાહના કરી હતી. સફાઈ કર્મચારીઓને ગણવેશ તથા સફાઈ સંદર્ભના જરૂરી સાધનો પુરા પાડવા, લઘુત્તમ વેતન આપવા, સફાઇ કર્મચારીઓની ભરતી કરવા, ઓન ડ્યુટી કર્મચારીના મૃત્યુ બાદ પરિવારજનને વારસાઇ વગેરે બાબતો અંગેની સફાઈકર્મીઓની રજૂઆતો Meeting દરમિયાન અંજનાબેને પૂરી સહ્રદયતાથી સાંભળી હતી.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં સફાઈકર્મીઓ પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા

સફાઇ કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા આયોગના સભ્યે આપી ખાત્રી

Meeting માં તેમણે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ તથા અધિકારીઓ એકબીજાના પૂરક છે, તેઓએ પરસ્પર સંતુલન સાધીને કામગીરી કરવી જોઈએ.

Meeting માં કોણ કોણ રહ્યું ઉપસ્થિત

જિલ્લા કલેકટર સૌરભ પારધીએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સભ્ય વતી અંજના પવારને આ Meeting માં આવકાર્યા હતાં. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક ચાવડા, નાયબ મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઇ, સફાઇ કર્મચારી આયોગના અધિકારીઓ તથા વિવિધ યુનિયનના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ સફાઈ કર્મીઓની હડતાળઃ અમદાવાદમાં કચરો અને ગંદકી વધી ગઇ હોવાનું દર્શાવાનો પ્રયાસ
બાઈટ અંજના પવાર,રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્ય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.