જામનગર કોરોનાકાળમાં સતત બે વર્ષ નવરાત્રી ( Navratri 2022 ) ના તહેવારોની ઉજવણી બંધ રહ્યા બાદ હવે જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના બાદ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે જામનગર સહિત દેશ વિદેશમાં નવરાત્રીની ગુજરાતીઓ દ્વારા ખૂબ જ આસ્થાભેર અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે.
પ્રાચીન ગરબાની પરંપરા જાળવણી હાલ અર્વાચીન દાંડિયાના વધતા જતા યુગમાં પણ જામનગરમાં અનેક ગરબી મંડળો છે કે જેમણે પોતાની પ્રાચીનતા જાળવી રાખવામાં હજુ પણ અકબંધ છે. એવું જ એક ગરબી મંડળ જામનગરમાં ( Jamnagar Garbi Mandal ) કે છેલ્લા 6 દાયકાથી પ્રાચીન નવરાત્રીનું આયોજન કરતા શ્રી પટેલ યુવક ગરબી મંડળમાં ( Shri Patel Yuvak Garbi Mandal ) માત્ર યુવકો જ માતાજીની આરાધના ( Traditions of Navratri ) કરે છે. એવા શ્રી પટેલ યુવક મંડળ દ્વારા નવરાત્રિ નિમિત્તે રજૂ કરવામાં આવતા અવનવા રાસ જેમાં મશાલ રાસ ( Raas playing barefoot on burning coals in Jamnagar ) જામનગરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
આ ગરબીની વિશેષતા એ છે કે આ ગરબીમાં પ્રાચીન નવરાત્રીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે, જેમાં તમામ રાસ પ્રાચીન અને કોઈપણ જાતના ડીજે કે ઢોલ ધમાકા નહીં, માતાજીના ગીત ગાઈ અને પ્રાચીન વાંજીત્રો સાથે રાસ રમવામાં આવે છે. જ્યારે પ્રાચીન નવરાત્રીના આયોજનને સફળ બનાવવા માટે પટેલ સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકર્તાઓ ખૂબ જહેમત ઉઠાવે છે.
અવનવા પ્રાચીન રાસ રજૂ કરવામાં આવે છે શ્રી પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દ્વારા કણબી રાસ, દાતરડા રાસ, ગુલાટ રાસ, તલવાર રાસ અને ખાસ વિશેષ આકર્ષણનું કેન્દ્ર એવા મશાલ રાસ સહિતના અવનવા પ્રાચીન રાસ રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને તલવાર રાસમાં અઢી કિલોથી પણ વધુ વજનની તલવાર લઈને સતત 15 મિનિટ સુધી યુવાનો દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે.
મુખ્ય આકર્ષણનું કેન્દ્ર તો મશાલ રાસ ( Mashal Raas ) કે જે શ્રી પટેલ યુવક ગરબી મંડળનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેલ છે. તેમાં ખેલૈયા યુવાનો દ્વારા આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ ( Raas on fire ) રજૂ કરવામાં આવે છે અને જેને નિહાળવા લોકો ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે. મશાલ રાસને રજૂ કરવા માટે યુવાનો દ્વારા સતત એક મહિનાના અથાગ મહેનત અને પરિશ્રમથી આ રાસ રજૂ કરવામાં આવે છે.