ETV Bharat / city

જામનગરના પ્રભાતનગરમાં દિયરની હત્યા, ભાભીની હાલત ગંભીર - જામનગરના સમાચાર

શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલા પ્રભાતનગરમાં શુક્રવારે સવારે કૌટુંબિક વિખવાદ થતા યુવાન ઉપર જીવલેણ હુમલો થયો જેમાં તેનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે પરિવારની મહિલા ગંભીર રીતે ઘાયલ છે.

જામનગરના પ્રભાતનગરમાં દિયરની હત્યા
જામનગરના પ્રભાતનગરમાં દિયરની હત્યા
author img

By

Published : Apr 23, 2021, 9:16 PM IST

Updated : Apr 23, 2021, 11:04 PM IST

  • પ્રભાતનગરના એક પરિવારમાં વિવાદ
  • સશસ્ત્ર હુમલામાં યુવકનું મોત
  • મહિલા ગંભીર રીતે ઘાયલ

જામનગર: શહેરના ગુલાબનગર પાસે આવેલા પ્રભાતનગરમાં આંગણવાડી સામેના વિસ્તારમાં રહેતા એક પરિવારમાં શુક્રવારે સવારે કૌટુંબિક વિવાદ થવાથી સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઘવાયેલા યુવાનને ગંભીર હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેથી હુમલાનો બનાવ હત્યાનો છે કે કેમ તે અંગે પોલીસે તપાસ આરંભી હતી.

વધુ વાંચો: તેલંગણાના નાગરકર્નૂલ જિલ્લામાં પિતાએ કરી પૂત્રની હત્યા

પોલિસે શરૂ કરી તપાસ

જામનગરના પ્રભાતનગરમાં દિયરની હત્યા

પ્રાથમિક વિગત મુજબ કોઇ કારણસર પરિવારમાં ડખો થવાથી સામસામા જીવલેણ હુમલો થયો હતો. જેમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે એક મહિલા પણ ઘવાઈ હતી. જેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જો કે આ ઘટના પ્રેમ પ્રકરણના કારણે ઘટી હોવાની આશંકા છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે દોડી ગયો હતો અને ખરેખર બનાવ કયા કારણોસર અને કેવી રીતે બન્યો તે અંગેની તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો: રાજકોટમાં 16 વર્ષના કિશોરની છરીના ઘા મારી કરાઈ હત્યા

Last Updated : Apr 23, 2021, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.