જામનગર: ગુલાબનગર વિસ્તાર (Jamnagar gulab nagar News)માં એક અજાણી મહિલા તેના 9 દિવસના બાળક પ્રિન્સને રસ્તા પર મૂકી ચાલતી (Mother Abandons Child In Jamnagar) થઈ ત્યાં સ્થાનિક લોકો તેને જોઈ જતા રોકી હતી અને ત્યારબાદ 181ની ટીમને કોલ કર્યો હતો.
181ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મહિલાને સમજાવી- ગુલાબનગર (Jamnagar City News) પાસે અજાણી મહિલા બાળકને મૂકીને જાય તે પહેલા સ્થાનિકોએ પકડી પાડી હતી. પોલીસ અને 181ની ટીમે (181 Team jamnagar) સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરી હતી. મહિલાના જણાવ્યા પ્રમાણે તે મૂળ મહારાષ્ટ્રની છે. તેના લવ મેરેજ છે. તેનો પતિ 12 મહિનાથી મધ્યપ્રદેશની જેલમાં છે. તેનું સાસરું નાની રાફુદળ છે, પરંતું તે ધ્રોલમાં અલગ રહેતી હતી.
આ પણ વાંચો: માતાને મમતાનો દરીયો કહેવામાં આવે છે, પરંતુ આ નિષ્ઠુર જનેતાને તમે શુ કહેશો!
કમળાની અસર હોવાથી બાળક સારવાર હેઠળ- મહિલાને બાળક અહીં મૂકી જવાનું કારણ પૂછતાં વધુમાં જણાવ્યું કે, તેઓ પોતાની પરિસ્થિતિના કારણે તેમના બાળકને વ્યવસ્થિત રીતે ઉછેરી શકે તેમ નથી. 181ની ટીમ ઘટનાસ્થળે ગઈ ત્યારબાદ પોલીસ અધિકારીઓ પણ ત્યાં આવ્યા હતા. હાલ મહિલાને 181ની ટીમ પોલીસ અધિકારી સાથે મળી સિવિલ હોસ્પિલ (Civil Hospital Jamnagar) ખાતે લઇ આવી હતી. ત્યાં MLC થશે તેમજ બાળકને કમળાની અસર હોવાથી બાળકને ત્યાં એડમિટ કરવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી માટે મહિલાને પોલીસ સ્ટેશન (Women Police Station Jamnagar) લઈ જવામાં આવી છે.
આ પણ વાંચો: Abandoned Newborn in Bharuch : ઝઘડીયામાં મોટા કરારવેલ ગામ પાસે નવજાત શિશુ મળી આવ્યું
મહિલાને પોતાની ભૂલ માટે પસ્તાવો- 181ની ટીમના સફળ કાઉન્સિલિંગ બાદ મહિલા હવે તેના બાળકને રાખવા માટે તૈયાર થઈ છે અને તેને તેની આ ભૂલ સમજાઇ ગઇ છે. હવે તેને તેની આ ભૂલ માટે પછતાવો થયો છે. હાલ 181ની ટીમના કાઉન્સેલર પૂર્વી પોપટ, કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીતસિંહ વાઘેલા દ્વારા બાળકને ફરી એક નવું જીવન મળ્યું છે. હાલ બાળક જી. જી. હોસ્પિટલ (GG Hospital Jamnagar)માં સારવાર હેઠળ છે.