ETV Bharat / city

જામનગરનું ગૌરવ: ICC હોલ ઓફ ફેમમાં લેફ્ટ આર્મ સ્પિનર વિનુુ માંકડને મળ્યું સ્થાન

author img

By

Published : Jun 14, 2021, 1:59 PM IST

Updated : Jun 14, 2021, 3:22 PM IST

જામનગરની ક્રિકેટનું મક્કા પણ કહેવામાં આવે છે. કારણ કે અહીંથી ભારતીય ટીમમાં અને ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે. સલીમ દુરાનીથી લઈને રવિન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરો જામનગર ભારતીય ટીમને આપ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ( international cricket council )એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ICC હોલ ઓફ ફેમમાં 10 ખેલાડીઓને શામેલ કર્યા છે.

જામનગરનું ગૌરવ: ICC હોલ ઓફ ફ્રેમમાં લેફ્ટ આર્મ સ્પિનર વિનુુ માંકડને મળ્યું સ્થાન

  • ICC હોલ ઓફ ફેમમાં લેફ્ટ આર્મ સ્પિનર સ્વ. વિનુુ માંકડને મળ્યું સ્થાન જામનગરનું ગૌરવ
  • જામનગરનું ગૌરવ વિનુ માંકડનો હોલ ઓફ ફ્રેમમાં સમાવેશ
  • આ પ્રતિષ્ઠિત યાદીમાં શામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા 103 થઈ ગઈ

જામનગર: જામનગરની ક્રિકેટનું મક્કા પણ કહેવામાં આવે છે. કારણ કે અહીંથી ભારતીય ટીમમાં અને ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા છે. સલીમ દુરાનીથી લઈને રવિન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરો જામનગર ભારતીય ટીમને આપ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ( international cricket council )એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ICC હોલ ઓફ ફેમમાં 10 ખેલાડીઓને શામેલ કર્યા છે. જામનગરના લેફ્ટ આર્મ સ્પિનર વિનુુ માંકડને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જામનગરના ક્રિકેટર સ્વ.વીનું માંકડનો સદીના શ્રેષ્ઠ ક્રિકેટરમાં સમાવેશ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ( international cricket council ) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ICC હોલ ઓફ ફેમમાં 10 ખેલાડીઓને શામેલ કર્યા. આ 10 ક્રિકેટરોએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આ 10 ખેલાડીઓને સામેલ કરવાની સાથે આ પ્રતિષ્ઠિત યાદીમાં શામેલ થનારા ક્રિકેટરોની સંખ્યા 103 થઈ ગઈ છે. ભારતના લેફ્ટ આર્મ સ્પિનર વિનુુ માંકડને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પાંચ યુગોના 10 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે.

આ પણ વાંચો: ICC ODI રેન્કિંગમાં કોહલી અને રોહિત ટોપ ત્રણમાં યથાવત્

વિનુ માંકડની કારકિર્દી પર એક નજર

વિનુુ માંકડની બે વર્લ્ડ વોર બાદના યુગ માટે પસંદગી કરવામાં આવી છે. આ યુગ 1946થી લઈને 1970 સુદીનો છે. વિનુુ માંકડ સિવાય ઈંગ્લેન્ડના ટેડ ડેક્સ્ટરને પણ આ યુગ દરમિયાન ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. વિનુુ માંકડની વાત કરીએ તો તેમણે 44 ટેસ્ટ મેચ રમી છે. જેમાં માંકડે 31.47ની એવરેજથી 2109 રન બનાવ્યા હતા. તેમણે આ દરમિયાન 162 વિકેટ પણ ઝડપી હતી. તેમની ગણના ભારતના મહાન ઓલરાઉન્ડરોમાં થાય છે. વિનુ માંકડ હંમેશા ભારતીય ક્રિકેટ ટીમની જીતનો હિસ્સો બની રહ્યા હતા.

આ પણ વાંચો: ભારતીય ટીમ WTC પહેલા ક્વોરોન્ટાઈનમાં રહેશે: ICC

ધમાકેદાર બેટિંગ અને બોલીગથી બેસ્ટ ઓલરાઉન્ડર બન્યા હતા સ્વ. વિનુ માંકડ

વર્ષ 1952માં લોર્ડસમાં વિનુુ માંકડે ઈંગ્લેન્ડ સામે 72 અને 184 રન બનાવ્યા હતા. આ સિવાય તેમણે મેચમાં 97 ઓવર ફેંકી હતી. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં દરેક નંબર પર બેટિંગ કરનારા ત્રણ ક્રિકેટરોમાંથી એક છે. માંકડે બાદમાં ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરને કોચિંગ આપ્યુ. સુનિલ ગાવસ્કર પહેલાથી જ ICC હોલ ઓફ ફેમમાં સામેલ છે.

Last Updated : Jun 14, 2021, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.