જામનગર: ામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણ બેકાબૂ બન્યુ છે ત્યારે રાજ્યના અન્ય શહેરોની જેમ જામનગરની સ્થિતિની સમીક્ષા કરવી પણ જરૂરી બનતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી શનિવારે જામનગર આવી શહેરમાં કોરોના ને લઇને અધિકારીઓ સાથે બેઠક યોજશે.
તેઓ જામનગરની કોવિડ હોસ્પિટલની પણ મુલાકાત લેશે. આ પહેલા પણ મુખ્યપ્રધાને સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ જેવા મહાનગરોમાં કોરોના સંક્રમણ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
જામનગર શહેર તથા જિલ્લામાં વધતા કોરોના પોઝિટિવ કેસ પર કેવીરીતે અંકુશ લાવવો તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ અંગે શુ પગલા લેવા અને અત્યાર સુધી આ માટેની જે કામગીરી કરવામાં આવી છે તે અંગે પણ મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા સમીક્ષા કરવામાં આવશે.