જામનગરના રાજવી ફ્રાન્સ અને પેરિસની મુલાકાતે ગયા હતા ત્યારે એફિલ ટાવર પાસે આવેલ સોલેરિયમને જોઈને જામનગરમાં સોલેરિયમ બનાવ્યું હતું. રક્તપિત્ત અને આજણીના દર્દીઓના ઈલાજ માટે અહીં સૂર્યની જેમ દિશા ફરે તેમ સોલેરિયમ પણ ફરતું હોવાથી તાત્કાલિક સારવાર મળી રહેતી હતી.
જામનગરમાં તે સમયના રાજવી જામરણજીતસિંહજી દ્વારા સોલેરીયમનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જે શહેરની આગવી ઓળખ સમાન પ્રસ્થાપિત થયું હતું. તેનો ઉપયોગ જે-તે સમયે ચામડીના હઠીલા દર્દ તેમજ ક્ષય રક્તપિત્ત જેવા રોગનો સૂર્ય કિરણની મદદથી ઉપચાર કરવા માટે થતો હતો. આ હેરીટેજ ટાઈપનું વિશ્વમાં એક માત્ર આ પ્રકારનું સ્ટ્રક્ચર હોવાથી તેનો કબજો મહાનગર પાલિકાને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
એમ.પી.શાહ મેડિકલ કોલેજ કેમ્પસમાં બનેલા આ સોલેરીયમ સ્ટ્રકચરને મહાનગર પાલિકાને સુપરત કરવાના નિર્ણયને મેયર હસમુખભાઈ જેઠવા, સાંસદ પૂનમબેન માડમ, મંત્રી આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સૌરભ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, ડેપ્યુટી મેયર કરશન કરમુર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, પ્રકાશ બાંભણીયા, ડો.વિમલ કગથરા વગેરેએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે.