ETV Bharat / city

Jitu Waghani In Jamnagar : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ વર્ગમાં શિક્ષણ કાર્ય પર શું આપી પ્રતિક્રિયા? - શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણ કાર્યને લઇને જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ ઓફલાઈન કે ઓફલાઈન (Waghani Reactions On Classroom Teaching) અભ્યાસ કરવો હોય તે કરી શકે છે.તેઓ અહીં સુશાસન સપ્તાહના કાર્યક્રમમાં (Jitu Waghani In Jamnagar) આવ્યાં હતાં.

Jitu Waghani In Jamnagar :  શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ વર્ગમાં શિક્ષણ કાર્ય પર શું આપી પ્રતિક્રિયા?

author img

By

Published : Dec 30, 2021, 5:15 PM IST

જામનગરઃ ગુજરાત સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે જામનગરના ટાઉનહોલ ખાતે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું (Jitu Waghani In Jamnagar) આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શિક્ષણપ્રધાનએ શિક્ષણ કાર્યને લઇને જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ ઓફલાઈન કે ઓફલાઈન અભ્યાસ કરવો હોય તે (Waghani Reactions On Classroom Teaching) કરી શકે છે.

કોરોના ગાઈડલાઈન પ્રમાણે શૈક્ષણિક કાર્ય ચાલુ રખાશે

તેમણે વધુમાં જણાવ્યું કે (Covid-19 cases hike in gujarat 2021) વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તેને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઈન્સનું સંપૂર્ણપણેપાલન કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ વિભાગ સાથે ચર્ચા કરીને આવનારા દિવસોને લઇને તમામ SOPનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.

જીતુ વાઘાણી જામનગરમાં સુશાસન સપ્તાહના કાર્યક્રમમાં આવ્યાં હતાં

સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના ટાઉનહોલમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં (Jitu Waghani In Jamnagar) શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના જિલ્લા રોજગાર કચેરી, આઇ.ટી.આઇ. જામનગર, લેબર કમિશનરની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે લાભાર્થીઓને રોજગાર પત્રો, એપ્રેન્ટીસ કરાર પત્રો તેમજ ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સપ્તાહ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સુશાસન સપ્તાહ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું અને આ સપ્તાહના માધ્યમથી રૂ.બે હજાર કરોડ જેટલી માતબર રકમ સહાયરૂપે સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી અને આવા વૈવિધ્યસભર આયોજનોના કારણે જ ગુજરાત તાજેતરમાં સુશાસનના પરિમાણોમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે.

આ પણ વાંચોઃ Good Governance week 2021: જામનગરમાં યોજાયેલો સુશાસન સપ્તાહ કાર્યક્રમ વચ્ચે વરસાદની એન્ટ્રી

1224 ઉમેદવારોને રોજગારનું લક્ષ્ય આપ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા રોજગાર કચેરીને રાજ્ય સરકારના 100 દિવસના મહત્વના પ્રોજેક્ટ અંતર્ગત 1224 ઉમેદવારોને રોજગારી ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેની સામે જિલ્લા રોજગાર કચેરીના પ્રયત્નોથી જિલ્લાના કુલ 1226 યુવાઓએ રોજગારી મેળવી છે. ઉક્ત સમય દરમિયાન 395 યુવાનોએ એપ્રેન્ટિસશિપ કરેલ છે તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં 90,000 શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ આપી લાભન્વિત કરવામાં આવ્યા છે. જે પૈકીના 5રોજગાર પત્ર, 5 એપ્રેન્ટિસ કરારપત્ર અને 5 ઇ-શ્રમ કાર્ડ પ્રતીકાત્મક રૂપે સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના સ્થળે ઈ-શ્રમ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓએ પોતાની નોંધણી કરાવી હતી.

આ પણ વાંચોઃ Cabinet Meeting Today : રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ઓમીક્રોન અને ચાઈલ્ડ વેક્સિન મુદ્દે થશે ચર્ચા

કાર્યક્રમમાં કોણ કોણ રહ્યું ઉપસ્થિત

આ કાર્યક્રમમાં (Jitu Waghani In Jamnagar) મહેમાનોનું સ્વાગત જિલ્લા રોજગાર અધિકારી સાંડપા તેમજ કાર્યક્રમની આભારવિધિ ડો.ધ્વનિ રામી શ્રમ અધિકારી જામનગરે કરી હતી. પૂર્વપ્રધાન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, જિલ્લા વિકાસ અધિકારી પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ભરતભાઈ કાસોટીયા સહિતના પદાધિકારી તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.