- ભૂમાફિયા જયેશને નકલી પાસપોર્ટ કેસમાં કોર્ટમાં કરાયો રજૂ
- 28 દિવસ કસ્ટડી વધારવામાં આવી
- નકલી પાસપોર્ટના ગુનામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે
જામનગર: જિલ્લાનો કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ નકલી પાસપોર્ટના ગુનામાં લંડનમાં ઝડપાયો છે. જયેશ પટેલનો અસલી પાસપોર્ટ જામનગરની કોર્ટમાં જમા છે, જ્યારે નકલી પાસપોર્ટના માધ્યમથી જયેશ પટેલ લંડનમાં રહેતો હતો અને તેની સામે રેડ કોર્નર નોટિસ પણ પાઠવવામાં આવી હતી. ઇન્ટરપોલની મદદથી જયેશ પટેલને દબોચી લેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે ગુરૂવારે જયેશ પટેલને લંડનની કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે 28 દિવસની કસ્ટડી વધારી છે.
આ પણ વાંચો: કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલને લંડન પોલીસે ઝડપી પાડ્યો
જામનગરમાં જયેશ પટેલ સામે છે 45 જેટલા ગુના દાખલ
ભૂમાફિયા જયેશ પટેલ સામે જામનગર જિલ્લામાં 45 જેટલા ગુના નોંધાયા છે. હત્યા કરવી, ખંડણીઓ માંગવી, જમીનો પચાવી પાડવી, ફાયરિંગ કરાવવા સહિતના 45 ગુનાઓ જયેશ પટેલના નામે નોંધાયેલા છે.
આ પણ વાંચો: જામનગરનો કુખ્યાત ગુંડો જયેશ પટેલ બ્રિટનમાં છે, જયેશને સોંપવા બ્રિટનને કરાઈ રજૂઆત
લંડન ક્યારે જયેશ પટેલને ભારતમાં સોંપશે...?
જયેશ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી વિદેશમાં રહી જામનગર શહેરમાં વિવિધ ગુનાઓને અંજામ આપી રહ્યો હતો. આખરે લંડન પોલીસે જયેશ પટેલને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે સવાલએ થાય છે કે જયેશ પટેલને ભારતમાં ક્યારે સોંપશે? લંડનમાં નકલી પાસપોર્ટના ગુનામાં જયેશ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.