- વડાપ્રધાન મોદીએ પહેરેલી હાલારી પાઘડીને લઈને જામસાહેબે રજુ કર્યો સંદેશો
- રાજવી શત્રુશેલ્યજીએ યુવાનોને ટકોર કરી
- 26મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ પહેરી હતી હાલારી પાઘડી
જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26મી જાન્યુઆરીના રોજ પહેરેલી હાલારી પાઘડીને લઈને જામસાહેબે સંદેશો રજુ કર્યો છે. રાજવી શત્રુશેલ્યજીએ સંદેશમાં લખ્યું છે કે, જામનગરના દરબારોને હું કહેવા માંગુ છું કે તમે જુઓ આપણા વડાપ્રધાન નથી દરબાર કે નથી હાલારી પણ તેમ છતાં તેમણે પાઘડી માથા પર બાંધી અને ઓફીશીયલ કાર્યક્રમમાં હાજરી આપી. હું એમ માનું છું કે એમણે આપણા ઈતિહાસમાં જોયું હશે કે મુસ્લિમ સિપાહીઓ સાફો બાંધતા અને હિંદુ લડવૈયાઓ નોખી નોખી જાતની પણ હંમેશા પાઘડી પહેરતા. દાખલા તરીકે આપણે સૌરાષ્ટ્રમાં માત્ર જુનાગઢ, માંગરોળ અને માણાવદરના સીપાહીઓ સાફો બાંધતા. જ્યારે બીજા બધા રજવાડાના સિપાહીઓ પાઘડી બાંધતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઘડી પહેરીને પરંપરાને જાળવી રાખી
હવે આપણા યુવકો ખાસ કરીને દરબાર જુવાનીયાઓ ક્યારે જાગશે? વડાપ્રધાનના દાખલાને માન તો આપો, તેવો સંદેશો જામનગરના રાજવીએ રજુ કર્યો છે. વડાપ્રધાને પાઘડી પહેરીને પરંપરાને જાળવી રાખી, પરંતુ આજના યુવાનો શા માટે પરંપરા જાળવતા નથી તેવી ટીકા પણ રાજવીએ વ્યક્ત કરી છે.