- જામનગર મનપા સામે કોંગ્રેસનો વિરોધ
- ખાનગી હોસ્પિટલને કોરોના સારવાર પરવાનગી આપતા કરવામાં આવ્યો વિરોધ
- કોરોના ગાઇડલાઇનના પાલન સાથે કરવામાં આવ્યો વિરોધ
જામનગર: સોમવારે 12 વાગ્યે લાલ બગલા સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાએ 7 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ શકે તે માટે મંજૂરી આપી છે જેને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : કોરોનાનો હાહાકાર, જામનગર કોવિડ હોસ્પિટલમાં 48 કલાકમાં 100ના મોત
સી આર પાટીલ પર કર્યા આક્ષેપ
મીડિયા સાથેની વાતમાં જિલ્લા પ્રમુખ જીવનભાઈ કુંબહારવાડીયાએ જણાવ્યું કે ભાજપના અધ્યક્ષ પાસેથી 5 હજાર જેટલા રેડમડેસીવીર ઇન્જેક્શન મળી આવે છે. જેની સામે કાઈ પણ કાર્યવાહી થતી નથી અને ગરીબ માણસોને સરકાર સારી સારવાર આપવામાં પણ નિષ્ફળ ગઈ છે.
આ પણ વાંચો : જામનગર તાલુકાના 102 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી જાહેર
કોવિડ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી વિરોધ
કોવિડની ગાઈડલાઈનનું ધ્યાન રાખી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ હોદેદારો લાલ બગલા સર્કલ ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.