ETV Bharat / city

જામનગર:દંપતી વચ્ચેનો ડખોનો વીડિયો વાયરલ, પોલીસે પતિની કરી અટકાયત - પતિ વિરૂદ્ધ ફરીયાદ

જામનગરમાં પતિ-પત્નીના ઝગડાનો વિડીયો વાઈરલ થયો છે, જેમાં પતિ પત્નીને મારી રહ્યો છે. પરણિતાએ પતિ અને અજાણ્યા વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવી હતી.

xx
જામનગર:દંપતી વચ્ચેનો ડખોનો વીડિયો વાયરલ, પોલીસે પતિની કરી અટકાયત
author img

By

Published : Jun 12, 2021, 3:17 PM IST

  • જામનગરમાં પતિ-પત્નીના ઝગડાનો વિડીયો વાયરલ
  • પરણિતાએ પતિ અને એક અજાણ્યા વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવી
  • અજાણ્યો વ્યક્તિ ફરાર

જામનગર: શહેરમાં આવેલા સેક્શન રોડ પર આવેલી સોસાયટીમાં પતિ પત્ની વચ્ચે ઘર સામાન્ય બાબતને લઈ ડખો થયો હતો. જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વિવિધ પ્લેટફોર્મ પર વાઈરલ થયો હતો. પરણિતાએ સીટી સી ડિવિજનમાં પતિ અને અન્ય એક ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને લઈ પોલીસે મહિલાના પતિની અટકાયત કરી છે.

પતિએ પત્ની પર ચપ્પલ વડે કર્યો હતો હુમલો

મહિલા પોતાના પુત્ર સાથે પતિના ઘરે કોઈ વસ્તુ લેવા આવી હતી તે દરમિયાન દંપતી વચ્ચે ઝગડો થયો હતો. વિડીયોમાં પરણિતા બુમો પાડતી દેખાય છે અને પતિ ચપ્પલ વડે માર મારતો હોવાનું વિડીયો માં દેખાઇ આવે છે. જો કે પત્ની પણ વિડિયોમાં ઝિભાજોડી કરતી હોય મહિલાના પુત્રે જ વિડીયો ઉતારીયો હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો : કઢંગી હાલત ઝડપાયેલા પત્ની અને તેના પ્રેમીને પતિએ અર્ધનગ્ન હાલતમાં થાંભલા સાથે બાંધીને ફટકાર્યા

પોલીસે ગુનો નોંધી પતિની કરી અટકાયત

મહિલાએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદને આધારે સીટી સી પોલીસ સ્ટેશનના પીઆઇ ગોંડલીયાની સૂચનાથી મહિલાના પતિની અટકાયત કરવામાં આવી છે. જો કે વિડીયો દેખાતો બીજો શખ્સ હજુ ફરાર છે. પોલીસે 498 અને 354 કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અજાણ્યા વ્યક્તિની તપાસ શરૂ

Etv Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં પી આઈ ગોંડલીયાએ જણાવ્યું કે મહિલાની ફરિયાદને આધારે પતિની અટકાયત કરવામાં આવી છે. બીજા શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : પ્રેમસંબધને કારણે મિત્રએ જ કરી મિત્રની હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.