ETV Bharat / city

Drugs seized in Jamnagar: ગાંજો વેચનારાઓ પર તવાઈ, SOGએ 4 ઇસમોને ઝડપ્યા - ખંભાળિયાથી હેરોઇનનો જથ્થો ઝડપાયો

જામનગર શહેરમાંથી SOGની ટીમે (jamnagar sog team) 10 કિલો 300 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી (cannabies seized in jamnagar) લઇ કાર સહિત રૂપિયા 4.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ આ દરિયાકિનારાના માર્ગ (coastal route jamnagar) દ્વારા પાકિસ્તાનથી હેરોઇનનો મોટો જથ્થો (Drugs seized in Jamnagar) ઘૂસાડવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું અને ખંભાળિયા નજીકથી કરોડોની કિંમતના હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો (heroin seized near Khambhaliya).

Drugs seized in Jamnagar: ગાંજો વેચનારાઓ પર તવાઈ, SOGએ 4 ઇસમોને ઝડપ્યા

author img

By

Published : Nov 26, 2021, 6:10 PM IST

  • જામનગર-દેવભૂમિ દ્વારકમાં નશીલા પદાર્થોની હેરાફેરી વધી
  • 10 કિલોથી વધારે ગાંજા સાથે 4 ઇસમોને ઝડપ્યા
  • ઇકો કાર સહિત 4.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી નશીલા પદાર્થ ગાંજો અને હેરોઇનની હેરાફેરી (Cannabis and heroin trafficking in jamnagar)નું પ્રમાણ ઘણું વધી ગયું છે. હાલમાં જ હાલારમાંથી આવા નશીલા પદાર્થની હેરાફેરી કરતા શખ્સો ઝડપાવાની ઘટનાઓ વધી ગઇ છે. આ નશીલા પદાર્થની હેરાફેરી માટે હાલારના દરિયાકિનારાનો ઉપયોગ (Halar's beach for drug trafficking) કરવામાં આવી રહ્યો છે.

હાલાર દરિયાકિનારાનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે

દ્વારકા જિલ્લામાંથી ડ્રગ્સ (Drugs seized in Jamnagar)નો મોટો જથ્થો ઝડપાયા બાદ જામનગર શહેરમાંથી SOGની ટીમે (jamnagar sog team) 10 કિલો 300 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી (cannabies seized in jamnagar) લઇ કાર સહિત રૂપિયા 4.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. વર્ષોથી સંવેદનશીલ રહેલા હાલારના દરિયાકિનારાનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (gujarat beaches illegal activities) માટે કરાતો હતો. જો કે આવી પ્રવૃત્તિઓ થોડાક સમયથી અટકી ગઈ હતી, પરંતુ હાલમાં જ આ દરિયાકિનારાના માર્ગ દ્વારા પાકિસ્તાનથી હેરોઇન (heroin from Pakistan)નો મોટો જથ્થો ઘૂસાડવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું અને ખંભાળિયા નજીકથી કરોડોની કિંમતના હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો.

અનેક રાજ્યોના દાણચોરોના કનેક્શન ખૂલ્યા

દ્વારકા પોલીસની કામગીરી બાદ આ પ્રકરણમાં રાજ્યના ATS વિભાગે (gujarat ats) ઝંપલાવ્યું હતું. દ્વારકામાંથી ઝડપાયેલા હેરોઇનના જથ્થામાં રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોના હેરોઇનના દાણચોરોના કનેક્શનો ખૂલ્યા હતા. તેમજ આ પ્રકરણમાં એક નાઈજીરીયનની પણ ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન જામનગરની SOGના હેડ કોન્સ્ટેબલ અરજણ કોડિયાતર અને મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી PI એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ PSI આર.વી. વિછી તથા સ્ટાફે વોચ ગોઠવી હતી.

બાતમીના આધારે ઇકોની તલાશી લેતા ગાંજો મળ્યો

દરમિયાન બાતમી મુજબની જીજે-10-ડીએ-2016 નંબરની ઈકો કાર પસાર થતા SOGની ટીમે કારને આંતરીને તલાશી લેતા તેમાંથી 10 કિલો 300 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં રહેલા સલીમ ઉર્ફે સલિયો વલીમામદ માકોડા, રાહુલ ઉર્ફે કારો રાજુ દતેસરિયા, તુષાર ઉર્ફે ટકો હરીશ ગણાત્રા, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદીયો ઉમેદસિંહ જાડેજા નામના 4 શખ્સોને કાર અને ગાંજાના જથ્થા સહિત રૂપિયા 4,48,200ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

અગાઉ પણ ગાંજા સાથે ઝડપાયા હતા 2 શખ્સો

ઝડપાયેલા 4 શખ્સો પૈકીના સલીમ અને રાહુલ નામના 2 શખ્સો અગાઉ પણ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા. SOGએ ચારેય શખ્સોના રિમાન્ડ મેળવવા અને આ નશીલા પદાર્થની હેરાફેરીમાં કોની કોની સંડોવણી છે? તે અંગેની તપાસ માટે અદાલતમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદના 63 બાળકોએ કર્યું ઉપધાન તપ, 47 દિવસ મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટીથી રહેશે દૂર

આ પણ વાંચો: અમદાવાદમાં 1 હજાર પ્રકારની ચા બનાવતું ઓટોમેટિક મશીન તૈયાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.