- જામનગર પંથકમાં વરસાદી માહોલ
- વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હાશકારો
- સમયસર વરસાદ થતાં મગફળીના પાકને પણ ફાયદો
જામનગર (Rain Update): જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પડવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા હતી. જો કે, ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં હાશકારો જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ
સ્થળ | વરસાદ |
ધ્રાફા | 70 MM |
ભણગોર | 60 MM |
પીઠડ | 55 MM |
ધુંનડા | 43 MM |
લાલપુર, જામજોધપુર, કાલાવડ પંથકમાં સારો વરસાદ
સમગ્ર પંથકમાં પણ ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરતા હોય છે. આ વર્ષે પણ મગફળીનું વાવેતર મોટા ભાગના ખેડૂતોએ કર્યું છે. મગફળીના પાકને વરસાદની વધુ જરૂર હોય છે. ત્યારે સમયસર વરસાદ થતાં મગફળીના પાકને પણ ફાયદો થશે.
આ પણ વાંચો: 15 દિવસ બાદ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રી- એન્ટ્રી, વાહનો પાણીમાં ડૂબ્યા
મગફળીના પાક માટે વરસાદ ફાયદાકારક
જામનગર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે જામનગર શહેરમાં છુટા છવાયા ઝાપટા પડ્યા છે. જામજોધપુર, લાલપુર અને કાલાવડ પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે.