- મેયર બીનાબેન કોઠારી એક્શન મોડમાં જોવા મળ્યાં
- કોર્પોરેશનની જુદી જુદી ઓફિસોની મુલાકાત લીધી
- કર્મચારીઓ સાથે વાત કરી સૂચનો લીધા
જામનગરઃ સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં જીત બાદ ભાજપે જામનગર કોર્પોરેશનમાં મેયર પદે બીનાબેન કોઠારીની વરણી કરી હતી. પોતાનો પદભાર સંભાળી લીધાં બાદ બીનાબેને આજે મંગળવારે જામનગર કોર્પોરેશનની જુદી જુદી ઓફિસોની મુલાકાત લીધી હતી. બીનાબેને ટાઉન પ્લાનિંગ, ટેક્સ શાખા, સિવિલ વોટર વર્કસ, સોલિડ વેસ્ટ, એસ્ટેટ, અને આરોગ્ય વિભાગની મુલાકાત લઇ અધિકારીઓને કામગીરી બાબતે જરુરી સૂચના આપી હતી. જ્યારે તમામ કચેરીઓના કાર્યપાલક એન્જીનિયર ઓફિસની પણ મુલાકાત લીધી હતી.
આ પણ વાંચોઃ જામનગર મહાનગરપાલિકાના મેયર બન્યા સંઘ પ્રચારક બીના કોઠારી
અધિકારીઓ અને કર્મચારીઓને આપી સૂચના
જામનગરના મહિલા મેયર બીનાબેન કોઠારીએ પ્રથમ દિવસે જ વિવિધ કચેરીઓની મુલાકાત લઇનેે કર્મચારીઓ તથા અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. કર્મચારીઓની રજૂઆતો સાંભળ્યાં બાદ તેમણે જરૂરી સૂચનો પણ આપ્યાં હતાં.