જામનગરઃ શહેરની મહાનગરપાલિકા દ્વારા કોરોનાની મહામારીને પગલે માસ્ક વિના ઘરની બહાર નીકળતા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે અને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. JMC દ્વારા જુદી-જુદી ટીમો બનાવી અને શહેરના મુખ્ય માર્ગો પર ટીમો તૈનાત કરવામાં આવી છે. અહીંથી માસ્ક વિના નીકળતા લોકોને અટકાવી, તેમની પાસેથી 200 રૂપિયા દંડ સ્વરૂપો વસૂલવામાં આવી રહ્યો છે.

કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે લોકોમાં જાગૃતતા આવે તેમ જ લોકો માસ્ક અને સેનેટાઇઝરનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા ઉદેશ્યથી શહેરની મનપા દ્વારા પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. તેમજ લોકોમાં જાગૃકતા આવે તેવા ઉદેશ્યથી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો પણ કરવામા આવી રહ્યા છે. છતાં પણ લોકો માસ્ક વિના ઘરની બહાર નીકળી રહ્યા છે.