• વારંવાર હોસ્પિટલમાં બનતી આગની ઘટનાથી મનપા એક્શનમાં
• ફાયર NOC નહી હોય તો લેવાશે એક્શન
• હજુ 64 જેટલી ખાનગી હોસ્પિટલો છે રડાર પર
મનપા દ્વારા NOC મામલે બેદરકારી દાખવનાર 5 ખાનગી હોસ્પિટલોના પાણીના જોડાણ કપાયા જામનગર: મહાનગરપાલિકા ફાયરના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે જે હોસ્પીટલો NOC મામલે બેદરકારી દાખવી રહી છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ તેમજ અમદાવાદ જેવી આગની ઘટનાઓ જામનગરમાં ન બને તે માટે અગાઉથી જ એક્શન લેવામાં આવી રહ્યું છે.
મનપા દ્વારા NOC મામલે બેદરકારી દાખવનાર 5 ખાનગી હોસ્પિટલોના પાણીના જોડાણ કપાયા આગની ઘટનાઓ બાદ ફાયર વિભાગનું NOC ફરજિયાત કરાયુંજામનગર શહેરમાં આવેલી તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ તેમજ NOC ફરજિયાત છે તેમ છતાં શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલો આ બાબતે આંખ આડા કાન કરે છે. આવી હોસ્પિટલોને ફાયર સુવિધાઓ વિકસાવવા માટે ફાયર વિભાગ દ્વારા અવારનવાર નોટિસો પાઠવવામાં આવી હતી. પરંતુ નોટિસને હોસ્પિટલ તંત્રે સંપૂર્ણપણે અવગણતા મહાપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી સોમવારે શહેરની પાંચ હોસ્પિટલ જેમાં શાહ મેડિકલ ફાઉન્ડેશન , ભગવતી યુરોલોજી , જય હોસ્પિટલ , સોલંકી ઓર્થોપેડીક હોસ્પિટલ અને મમતા મેટરનિટી સેન્ટરનો સમાવેશ થાય છે, તેમના નળ જોડાણ કાપી નાખ્યા હતાં.
મનપા દ્વારા NOC મામલે બેદરકારી દાખવનાર 5 ખાનગી હોસ્પિટલોના પાણીના જોડાણ કપાયા હજુ પણ જો તેઓ આપેલા સમયમાં ફાયર સુવિધા નહી વિકસાવે તો આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, શહેરની અન્ય હોસ્પિટલો પણ ફાયર અને મહાપાલિકાના લીસ્ટમાં ત્યારે જેના પર તંત્રની આગામી દિવસોમાં તવાઇ ઉતરશે તેમના પણ નળ જોડાણ કાપી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
64 ખાનગી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથીજામનગર શહેરમાં આવેલા નર્સિંગ હોમ તેમજ ખાનગી હોસ્પિટલમાં મહાનગરપાલિકાએ સર્વે હાથ ધર્યો હતો. જેમાં 64 હોસ્પિટલો પાસે ફાયર સુવિધા ન હોવાનું બહાર આવતા તમામને નોટિસો ફટકારવામાં આવી હતી. તેમ છતાં પણ હોસ્પિટલો તે બાબતે હજુ પણ બેદરકાર બનતા મહાપાલિકાએ નળ જોડાણ કાપવાથી પગલા ભરવાની શરૂઆત કરી છે. શહેરમાં 64 ખાનગી હોસ્પિટલો જેમાં અવારનવાર નોટિસો આપવા છતાં તેઓ ફાયરના સાધનો અને સુવિધા ઉપલબ્ધ ન હતી, તેમનું લીસ્ટ વોટર વર્કસ શાખાને નળ જોડાણ કાપવા માટે આપી દેવામાં આવ્યું છે.