જામનગર શહેરમાં જન્માષ્ટમીના મેળા(Jamnagar Janmashtami Fair 2022) ચાલુ કરવામાં આવ્યો છે. જોકે આ મેળામાં અનેક ખામીઓ હોવાની વિગતો હોવાનો અહેવાલ ETV Bharatમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. આજરોજ જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબહેન કોઠારી, મહાનગરપાલિકાના કમિશનર(Jamnagar Municipal Commissioner) વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા(Jamnagar Police Chief) પ્રેમસુખ ડેલુ, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર મેળાનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.
આ પણ વાંચો આ મેળામાં જતા પહેલા કરાવી લેજો વીમો નહીં તો
મેળામાં રાઇડ્સના ભાવમાં કાળાબજારી ETV Bharatના અગાઉના અહેવાલ પ્રમાણે ઉલ્લેખનીય છે કે મેળામાં રાઇડ્સના ભાવમાં કાળા બજારી(Black market in prices of rides) થતી હોવાની વિગતો પણ બહાર આવી છે. મેળાની ટિકિટમાં કોઈપણ જાતના ભાવ લખ્યા ન હોવાના કારણે મન ફાવે તેવી રીતની ટિકિટનો ભાવ લેવામાં આવી રહ્યો હોવાની વાત બહાર આવી છે.
આ પણ વાંચો Tarnetar Fair 2022 લમ્પીથી તરણેતરના મેળાની રંગત થઇ ફિક્કી રદ થઇ બે સ્પર્ધા
લોકોને કોઈ અગવડ ન પડે તે માટે ચકાસણી અને નિરીક્ષણ કરવામાં આવ્યું શહેરના જન્માષ્ટમીના મેળામાં ફાયર સેફટીના કોઈ સાધનોની સુવિધા જોવા મળી ન હતી. જેથી જો કોઈ ફાયરને લગતી દુર્ઘટના થાય તો તેવી પરિસ્થિતિમાં જવાબદાર કોણ હશે. આ બાબતનો ETV Bharatમાં અગાઉ અહેવાલ પ્રસારિત હતો. જેની અસર આવતા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું કે, મેળામાં આવતા લોકોને કોઈ અગવડ ન પડે, અવ્યવસ્થા ન સર્જાય તેની ચકાસણી અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે.