ETV Bharat / city

જામનગરઃ પીપીઈ કિટનો વપરાશનો આંકડો લાવ્યો રાહતના સમાચાર, દૈનિક 900થી ઘટી હવે છે ફક્ત 400 કિટનો વપરાશ - જીજી હોસ્પિટલ

કોરોનાનું સંક્રમણ ટોચ ઉપર હતું ત્યારે જામનગરની કોવિડ હોસ્પિટલમાં દરરોજની 900થી પણ વધુ પીપીઇ કિટનો ઉપયોગ થતો હતો. આ આંકડો હવે ઘટીને સામે આવી રહ્યો છે જે કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. કોવિડ હોસ્પિટલ્સમાં હાલમાં દૈનિક 400 પીપીઇ કિટનો વપરાશ થઇ રહ્યો છે.

જામનગરઃ પીપીઈ કિટનો વપરાશનો આંકડો લાવ્યો રાહતના સમાચાર, દૈનિક 900થી ઘટી હવે છે ફક્ત 400 કિટનો વપરાશ

author img

By

Published : Dec 23, 2020, 6:24 PM IST

  • જામનગર કોવિડ હોસ્પિટલોમાં પીપીઈ કિટનો વપરાશ ઘટ્યો
  • 400 ટોસિલિઝૂમાબ ઇન્જેક્શનનો થઈ ચૂક્યો છે ઉપયોગ
  • પેશન્ટ એટેન્ડન્ટ કોરોનાના દર્દીની પરિવારના સભ્યોની જેમ સારસંભાળ લઇ રહ્યાં છે

    જામનગરઃ જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધુ હતું ત્યારે જી.જી. કોવિડ હોસ્પિટલમાં દરરોજની 900થી પણ વધુ પીપીઇ કિટની જરૂર પડતી હતી. હવે સંક્રમણ ઘટ્યું હોવાથી હાલમાં રોજ 400 જેટલી પીપીઇ કીટનો વપરાશ થઇ રહ્યો છે. સ્ટોરમાંથી આ કીટ મંગાવવી, તે વેડફાય નહી એમ નિયંત્રણ રાખવું, કોવિડ હોસ્પિટલના વોર્ડમાં પ્રવેશતા દરેકને તેની ફાળવણી કરવી તથા વપરાયેલી કીટનો ચેપ ફેલાય નહી એ રીતે નિયમોનુસાર નિકાલ કરવા જેવી બારીક કામગીરી કોવિડ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. અલ્પેશ અગ્રાવત (નિવૃત મેજર)ની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

  • કોરોના સારવારની વસ્તુઓનો વપરાશમાં પણ ઘટાડો
    આ કિટ ઉપરાંત સર્જીકલ ત્રિપલ લેયર માસ્ક, એન-95 માસ્ક, કેપ, શુ કવર, પ્રોટેકટીવ ગોગલ્સ, ફેઇસ શિલ્ડ વગરેનું વિતરણ પણ ડૉ. અગ્રાવતના વડપણ હેઠળ થાય છે. આ તમામ વસ્તુઓનો રોજનો વપરાશ પણ જરૂરિયાત મુજબ વધતો કે ઘટતો રહે છે.

    સંક્રમણ ઘટ્યું હોવાથી પીપીઇ કીટનો વપરાશ થઇ રહ્યો છે

    કોરોનાના દર્દીઓને ટોસિસિઝૂમાબ ઇંજેકશન આપવામાં આવે છે. આવા એક ઇંજેકશનની કિંમત જ રૂ.40,000 જેટલી હોય છે. કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં દર્દીઓ માટે અંદાજે 400 જેટલા ઇંજેકશનોનો ઉપયોગ કરી ચૂક્યાં છીએ. 900થી 1400 જેટલા માસ્ક અને ફેશ શિલ્ડનો પણ દરરોજ ઉપયોગ થાય છે. તેમ કોવિડ હોસ્પિટલના કોવિડ ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડો. અલ્પેશ અગ્રાવતે જણાવ્યું હતું.
    કોરોના સારવારની વસ્તુઓનો વપરાશમાં પણ ઘટાડો

    જી.જી. કોવિડ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર(કિંમતી જીવનરક્ષક દવાઓ તથા સર્જીકલ વસ્તુઓ ૨૪ કલાક ઉપલબ્ધ કરાવવી), સપ્લાય વિભાગ (વહીવટી વસ્તુઓ તથા સારવાર સિવાય અન્ય કામોમાં વપરાતી વસ્તુઓ, ઉપલબ્ધ કરાવવી), સિકયુરીટી(સમગ્ર કોવિડ હોસ્પિટલની સલામતી, દાખલ દર્દીઓ તથા સ્ટાફને આગથી બચાવવાના આપત્તિ વ્યવસ્થાપન કરવાની કામગીરી- દર્દીઓને સહાય તથા માર્ગદર્શન ૨૪ કલાક ઉપલબ્ધ કરાવવી), હેલ્પ ડેસ્ક( દર્દીઓની સારવાર-રિકવરી સબંધી માહિતી આપવી-દર્દીને સગાઓ સાથે વિડિયો કોલથી વાત કરાવવી- અન્ય પ્રશ્નોના નિકાલ કરવા) ડિસ્ચાર્જ કાઉન્ટર( દર્દીને રજા આપતી વખતે કીટનું વિતરણ કરાવવું), પેશન્ટ અટેન્ડેન્ટ( પરિવારથી દૂર આવા દર્દીઓને ઘરના સભ્યની જેમ કાળજી તથા સંભાળ આપવા માટે ૨૪ કલાક કાર્યરત એવા દર્દી સહાયકોનું નિયંત્રણ) તથા અન્ય તમામ રોજિંદી, ટેકનોલોજીકલ અને આકસ્મિક બાબતો ડો.અગ્રાવત તથા તેમની સાથે ડો.ધવલ તલસાણિયા અને ડો.જન્મેજયસિંહ જાડેજા સુપેરે બજાવે છે.

    ભવિષ્યમાં પણ કોઇ મહામારી આવશે તો હોસ્પિટલ તેનો સામનો કરવા માટે પૂરતી સજજ

    ડૉ.અગ્રાવત કહે છે કે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ પ્રધાન નિતિનભાઇ પટેલ, કલેકટર રવિશંકરના વગેરેના સહયોગ અને સહકારથી જી.જી.કોવિડ હોસ્પિટલને તમામ પ્રકારના સાધનો અને સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. જેથી હવે ભવિષ્યમાં પણ કોઇ કોવિડ જેવી મહામારી આવશે તો હોસ્પિટલ તેનો સામનો કરવા માટે પૂરતી સજ્જ છે. કોરોનાના દર્દી પાસે પરિવારના સભ્યોને રાખવામાં આવતા નથી. જેથી ઘર પરિવાર છોડીને દર્દી અહીં એકલતા અનુભવતા હોય છે. જેથી તેમની દેખરેખ-સાર સંભાળ માટે કોવિડ હોસ્પિટલમાં 329 એટેન્ડન્ટને કામ અપાયું હતું. જેઓ દર્દીની પરિવારના સભ્યોની જેમ સેવા કરી રહ્યાં છે. આમ કોરોનાના સમયમાં દર્દીઓ માટે આરોગ્ય વિભાગે મંજૂરી આપતાં કોવિડ હોસ્પિટલમાં 329 એટેન્ડન્ટને રોજગારી પ્રાપ્ત થઇ હતી. દર્દીઓને ત્રણ સમય ભોજન અપાય જ છે. પરંતુ વહેલી સવારની ડયૂટીમાં આવતા સ્ટાફને પણ ડયુટી ફેસિલિટીના ભાગરૂપે નાસ્તો અપાય છે. જેમાં પૌષ્ટિક મિકસ કઠોળ, ઇડલી, પૌવા, થેપલા-સુકીભાજી, અમૂલ છાસ, જયુસ વગેરેનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.