- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- કોંગ્રેસે ઉમેદવારોની યાદી કરી જાહેર
- કોંગ્રેસે 14 મહિલા ઉમેદવારને આપી ટિકિટ
જામનગરઃ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા સોમવારથી શરૂ થઇ છે, ત્યારે જામનગર કોંગ્રેસે વોર્ડ નંબર 3, 4, 6, 7, 8, 12 અને 15માં પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. શહેર કોંગ્રેસે પોતાની આ પ્રથમ યાદીમાં 27 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી 17 નવા ચહેરા છે અને 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે, જયારે વોર્ડ નંબર 6માં માત્ર 3 ઉમેદવારના નામ જાહેર કર્યા છે અને એક નામ હજુ જાહેર કર્યું નથી.
10 ઉમેદવાર રિપીટ કરાયા 17 નવા ચહેરા ઉમેરાયા
ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ તેલ અને તેલની ધાર જોયા પછી ચોથું નામ કોંગ્રેસ અહીંયા જાહેર કરશે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કહ્યું હતું કે, વોર્ડ નંબર 12 અને 15ના ઉમેદવારો તેમજ વોર્ડ નંબર 4ના રચના નંદાણીયા, આનંદ ગોહિલને રિપીટ કરાયા છે, જ્યારે આગામી 3 ફેબ્રુઆરીએ પાર્લામેન્ટરી બેઠક બાદ બીજી યાદી જાહેર કરવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસે જામનગર કોર્પોરેશન માટે 27 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
સિનિયર સિટીઝનને ન અપાઇ ટિકિટ
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થઈ છે. જેમાં અનુભવીની સાથે યુવા ઉમેદવારોને કોંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સાથે જ કોંગ્રેસે સિનિયર સિટીઝનને ટિકિટ આપી નથી.
જામનગરમાં 4 પાર્ટી વચ્ચે કોર્પોરેશનનો જંગ જામશે
આમ આદમી પાર્ટી અને NCPએ પણ જામનગરમાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જ્યારે ભાજપ એક-બે દિવસમાં પોતાની યાદી જાહેર કરશે.
NCPએ 10 ઉમેદવારના નામ જાહેર કર્યાં
નેશનલ કોંગ્રેસ પાર્ટીએ જામનગર મહાનગરપાલિકામાં 10 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં એક માત્ર મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ NCPએ પણ સિનિયર સિટીઝનને ટિકિટ આપી નથી. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકામાં ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે 17 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે કાર્યકરો વધુ સક્રિય છે તેને ટિકિટ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે.
કોંગ્રેસે મનપા ઇલેક્શન માટે 27 નામ જાહેર કર્યા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે 27 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં 10 ઉમેદવાર રિપીટ છે તો 17 નવા ચહેરા છે. આ સાથે જ કોંગ્રેસે 14 જેટલી મહિલાઓને ટિકિટ આપી છે.
વોર્ડ મુજબ કોંગ્રેસના ઉમેદવાર
વોર્ડ નંબર:3
- પંડ્યા દિપ્તી કમલેશભાઈ
- રાયઠઠ્ઠા મીના રાજેશ
- જેઠવા શક્તિસીંઘ મહેન્દ્રસીંધ
- ભાલોડીયા લલીતભાઈ ખીમજીભાઈ ( કે.પી. )
વોર્ડ નંબર:4
- નંદાણીયા રચના સંજયભાઈ
- જાડેજા સુષ્માબા દિવ્યરાજસીંધ
- ગોહિલ આનંદ નાથાભાઈ
- ગુજરાતી સુભાષ બચુભાઈ
વોર્ડ નંબર: 6
- ગોહેલ લક્ષ્મી ખીમજીભાઈ
- વાઘેલા સમજુ મહેશભાઈ
- ગોઝીયા ભરત હર્ષીભાઈ
વોર્ડ નંબર: 7
- પાનખરીયા જયશ્રી પ્રવિણભાઈ
- ગજેરા રંજન આર
- પટેલ પાર્થ મોતીલાલ
- ચનીયારા પ્રવિણભાઈ જે . ( કે.પી. )
વોર્ડ નંબર: 8
- પરમાર ભાવના ભવાનભાઈ
- ત્રિવેદી પદમા મનસુખભાઈ
- ડોઢીયા તેજસ કિશોરચંદ
- ચૌહાણ નરેન્દ્રસિંહ મુળુભા
વોર્ડ નંબર: 12
- ખફી જેનાબ ઈબ્રાહીમભાઈ
- જુનેજા ફેમીદા રીઝવાન
- ખફી અલ્તાફ ગફારભાઈ
- ખીલજી અસ્લમભાઈ કરીમભાઈ
વોર્ડ નંબર: 15
- સુમરા મરીયમ કાસમભાઈ
- વાઘેલા શીતલ અજયભાઈ
- રાઠોડ આનંદ રામજીભાઈ
- બડીયાવદ્રા દેવસી ભીખાભાઈ