ETV Bharat / city

જીજી હૉસ્પિટલ અગ્નિકાંડઃ કલેક્ટરે આપ્યા તપાસના આદેશ, ગાંધીનગરથી ટીમ રવાના - જીજી હોસ્પિટલમાં આગ

રાજ્યમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ એક આગની ઘટના જામનગરની જીજી હોસ્પિટલમાં ઘટી હતી. આ સમગ્ર ઘટના મુદ્દે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

jamnagar collector
જીજી હૉસ્પિટલ આગકાંડ મામલે કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
author img

By

Published : Aug 25, 2020, 9:48 PM IST

જામનગરઃ જિલ્લાની જી.જી. હૉસ્પિટલના ICU વિભાગમાં મંગળવારે બપોરના સમયે અચાનક આગ લાગી હતી. જેના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી હતી. જોતજોતામાં આગની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ આગની ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. વોર્ડમાં દાખલ તમામ દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમજ ફાઇર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ જામનગરની જી. જી. હૉસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓનું રેસ્ક્યૂ કરાયું

  • જી.જી. હૉસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ શર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે.

હોસ્પિટલમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટશર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટના કઇ રીતે ઘટી, તે અંગે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

જીજી હૉસ્પિટલ આગકાંડ મામલે કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

આ ઉપરાંત તંત્ર દ્વારા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવાઇ છે. પરિણામે આ સમગ્ર ઘટના મામલે ગાંધીનગરથી પણ એક ટીમ હોસ્પિટલની તપાસ માટે રવાના થઇ છે.

આ પણ વાંચોઃ જી.જી. હોસ્પિટલ અગ્નિકાંડ: તમામ 9 દર્દીઓનું રેસ્ક્યૂ કરાયું, દર્દીના પરિજને કરી ETV Bharat સાથે વાત

  • જી.જી.હોસ્પિટલના ICU વિભાગમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ICU વિભાગમાં સારવાર લઇ રહેલા નાના બાળકોથી લઈને વૃદ્ધ દર્દીઓને તાત્કાલિક બચાવવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.