- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું
- આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી
- વિવિધ માંગણીઓને લઇને વર્ગ-4ના કર્મચારીઓમાં ભારે નારાજગી
જામનગર : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ-4ના કર્મચારીઓએ ડેપ્યૂટી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ-4ના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન કરતા આવેદનપત્ર આપી તાત્કાલિક નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી
જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ પડતર માગણીઓને લઈ રજૂઆત કરી રહ્યા છે. ત્યારે આજરોજ ફરી પોતાની પડતર માંગણીઓને લઈ જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યૂટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
વર્ગ 4ના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ફુલટાઈમ પૂરા પગારથી નોકરી કરતા ચોકીદાર અને પટાવાળાને છેલ્લા ત્રણ વર્ષથી દિવાળી બોનસનો લાભ આપવામાં આવતો નથી
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ડ્રેસનું કાપડ, સિલાઈ, ગરમ કાપડ, રેઇનકોટ આપવામાં આવતા નથી
- સાતમા પગાર પંચ મુજબ પગાર અને ભથ્થાઓ આપવામાં આવે છે
- એરિયર્સના બે હપ્તા ચૂકવ્યા છે, પરંતુ ત્રીજો હપ્તો અન્ય કર્મચારીઓ આપવા આવ્યો છે
- વર્ગ 4ના કર્મચારીઓને ત્રિજા હપ્તો આપવામાં આવ્યો નથી
- આ પગાર સરકાર દ્વારા એપૃવ કરી અને તેના સ્ટીકરો કચેરીને મળી ગયા છે
- છેલ્લા બે વર્ષથી નિવૃત થયેલા પટાવાળોઓને પેન્શન અને ગ્રેજ્યુટી આપવામાં આવી નથી
- જમા રહેલો રજાનો પગાર પણ આપવામાં આવ્યો નથી
- ઉપરોક્ત વિવિધ માંગણીઓને લઇને વર્ગ-4ના કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે