ETV Bharat / city

Jamnagar Brass part industry : રશિયા યુક્રેન યુદ્ધની સીધી અસર બ્રાસ પાર્ટ ઉદ્યોગને કરી શકે છે પ્રભાવિત - જામનગરનો બ્રાસ ઉદ્યોગ

જામનગરના બ્રાસ ઉદ્યોગમાં 15 ટકા એક્સપોર્ટને રશિયા યુક્રેન યુદ્ધની અસર (Direct impact of the Russia-Ukraine war) પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કઇ રીતે પ્રભાવિત થશે (Jamnagar Brass part industry ) આ ઉદ્યોગ તે જાણવા ક્લિક કરો.

Jamnagar Brass part industry : રશિયા યુક્રેન યુદ્ધની સીધી અસર બ્રાસ પાર્ટ ઉદ્યોગને કરી શકે છે પ્રભાવિત

author img

By

Published : Mar 4, 2022, 5:41 PM IST

જામનગરઃ જામનગરના બ્રાસ ઉદ્યોગ ((Jamnagar Brass part industry ) ) માટે વાપરવામાં આવતા સ્ક્રેપનો મોટા ભાગનો જથ્થો(Raw material of Jamnagar brass industry) વિદેશ અને થોડા ઘણા અંશે યુક્રેનથી આવતો હોવાથી યુદ્ધને લઈને દરિયાઈ વ્યવહારને પ્રતિકૂળ અસરની સંભાવનાને પગલે ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર માઠી અસરની દહેશત છે. બ્રાસ ઉદ્યોગનો 15 ટકા એક્સપોર્ટ યુધ્ધને (Direct impact of the Russia-Ukraine war)પગલે 5 ટકા થવાની શક્યતા ઉદ્યોગકારો વ્યક્ત કરે છે.

જામનગરનો બ્રાસ પાર્ટ ઉદ્યોગ રશિયા યુક્રેન યુદ્ધની ઝપટમાં

હજુ યુદ્ધ લાંબુ ચાલશે તો વિકટ પરિસ્થિતિ ઉભી થશે

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ બાદ ફાટી નીકળેલા યુદ્ધને (Direct impact of the Russia-Ukraine war)કારણે જામનગર બ્રાસ ઉદ્યોગને જબરો ફટકો પડવાના ભણકારા વાગી રહ્યા છે. જામનગર બ્રાસ ઉદ્યોગ માટે વાપરવામાં આવતા સ્ક્રેપનો મોટા ભાગનો જથ્થો વિદેશ અને થોડા ઘણા અંશે યુક્રેનથી આવે છે. યુદ્ધને લઈને દરિયાઈ વ્યવહારને અસર પહોંચે તેમ હોવાથી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર માઠી અસર પડવાની સંભાવના વચ્ચે જામનગર બ્રાસમાં ભાવ વધારાના ભણકારા વાગી રહ્યા છે.

તૈયાર માલનું ઈમ્પોર્ટ એક્સપોર્ટ બંધ

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે જામનગર બ્રાસ ઉદ્યોગને બમણી અસર (Direct impact of the Russia-Ukraine war)પડવાની શક્યતા વ્યક્ત કરતા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએજણાવ્યું હતું કે રશિયા, યુક્રેન અમેરિકા સહિતના દેશોમાંથી જામનગરમાં બ્રાસ માટે વપરાતા 70 ટકા જેટલા સ્ક્રેપની આયાત કરવામાં આવી રહી છે. 15 ટકા જેટલું એકસપોર્ટ છે. ત્યારે જે દરિયાઇ માર્ગ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિથી પ્રભાવિત થતા હોવાથી જામનગર બ્રાસ ઉદ્યોગને જબરી પ્રતિકૂળ અસરની શકયતા વર્તાઈ રહી છે.

આ પણ વાંચોઃ જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ માટે સ્કિલ્ડ વર્કર તૈયાર કરવાની તૈયારી શરૂ

શુ બોલ્યા પ્રમુખ?

પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ જણાવ્યું કે યુદ્ધને (Direct impact of the Russia-Ukraine war)લઈને બજારમાં અત્યારથી જ માલની અછત વર્તાવા મંડી છે. માલની અછત હોવાથી જે પણ વેપારીઓ પાસે માલ હોય તે માલ કાઢતા ન હોવાથી 25 થી 30 ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં યુરોપ દેશના બુક કરાયેલ ઓર્ડરો પણ મહદ અંશે કેન્સલ થઈ રહ્યા છે. ઉપરાંત નવા ઓર્ડરો પર તો જાણે સાવ બ્રેક લાગી ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. જેને લઈને જામનગરના બ્રાસ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે.

દુનિયામાં શાખ ધરાવે છે આ ઉદ્યોગ

જામનગરને વિશ્વભરમાં ગૌરવ અપાવનાર જામનગરના બ્રાસ ઉદ્યોગમાં 8 હજાર નાના મોટા યુનિટ આવેલ છે જેમાંથી 1.50 લાખ લોકોને પ્રત્યક્ષ અને 1.50 લાખ લોકોને પરોક્ષ મળી કુલ 3 લાખ લોકોને રોજગારી મળી રહી છે અને આ ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર 4 હજાર કરોડ છે જેમાંથી 15 ટકા એક્સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ રશિયા - યુક્રેન વચ્ચે યુદ્ધના પગલે (Direct impact of the Russia-Ukraine war)આ એક્સપોર્ટ ઘટીને પાંચ ટકાએ પહોંચે તેવી દહેશત છે.

આ પણ વાંચોઃ જામનગરમાં શેખપાટ પાસે નવી GIDC બનશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.