- જામનગરમાં ગયા વર્ષે પણ રદ કરવામાં આવ્યો હતો શ્રાવણી મેળો
- રાજ્યના તમામ મેળાઓ બંધ રાખવા મુખ્યપ્રધાને કરી અપીલ
- ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બેઠક
જામનગર: હજૂ ગઇકાલે જ મુખ્યપ્રધાને (chief minister)રાજ્યમાં કોઇપણ સ્થળે લોકમેળો યોજાશે નહીં તેવી જાહેરાત કરી હતી. જેના અનુસંધાને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેન મનિષ કટારીયા(chairman manish katariya)ના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 4.17 કરોડના જુદા જુદા વિકાસકામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
4 કરોડ 17 લાખના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા
સ્ટેન્ડિંગ કમિટી(stending committee)ની બેઠકમાં જામનગર શહેરના વિકાસ કાર્યો માટે ચાર કરોડ ૧૭ લાખના વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.
![જામનગર:શ્રાવણી મેળો કોરોના મહામારીના કારણે રદ કરવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:46:57:1626952617_gj-jmr-02-melo-10069-mansukh_22072021163120_2207f_1626951680_710.jpg)
વિવિધ સભ્યો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા
જામનગર(jamnagar) મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ હોલમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં જામનગર મહાનગરપાલિકાના મેયર કોઠારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશનર વિજય ખરાડી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.