ETV Bharat / city

જામનગર મનપાની આગામી ચૂંટણીમાં કેવા હશે રાજકીય સમીકરણો, પૂર્વ મેયરે કરી ETV BHARAT સાથે ખાસ વાતચીત....

જામનગરમાં ટૂંક સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે Etv ભારતે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર દિનેશ પટેલ પાસે આગામી ચૂંટણીમાં કોનું પલડું રહેશે ભારે અને કોણ નવા રોટેશનમાં ફેંકાઈ જશે તે અંગે વાતચીત કરી હતી. તો ચાલો જાણીએ તેમના સમીકરણો શું છે...

jamnagar
jamnagar
author img

By

Published : Sep 22, 2020, 5:58 PM IST

જામનગરઃ જામનગરમાં ટૂંક સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પચાયતની ચૂંટણી યોજાવાની છે. છેલ્લા 25 વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં ભગવો લહેરાઈ રહ્યો છે. તો જિલ્લા પચાયતમાં કોંગ્રેસની બોડી છે. જો કે, આગામી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. Etv ભારતે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર દિનેશ પટેલ પાસે આગામી ચૂંટણીમાં કોનું પલડું રહેશે ભારે અને કોણ નવા રોટેશનમાં ફેંકાઈ જશે તે અંગે વાતચીત કરી હતી.

જામનગર મહાનગરપાલિકામાં કુલ 16 વોર્ડમાં 64 કોર્પોરેટર ચૂંટણીમાં વિજેતા બને છે. જો કે, ગત ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચેના મુકાબલામાં ભાજપના કોર્પોરેટરોએ બાજી મારી હતી અને સત્તા હાંસલ કરી હતી. પૂર્વમેયર દિનેશ પટેલે જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં પણ ભાજપ 50 જેટલા બેઠકો પર વિજેતા બનશે.

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં કેવા રહેશે રાજકીય સમીકરણો
ભાજપના કોર્પોરેટરો સક્રીય છે અને સંગઠન પણ મજબૂત છે. સાથે સાથે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર છે તો લોકજુવાળ પણ ભાજપ તરફી છે. ઉપરાંત કોંગ્રેસના અમુક કોર્પોરેટર જ સક્રીય છે અને પાર્ટીમાં સંગઠન પણ મજબૂત નથી. જેના કારણે ભાજપને કોર્પોરેશનની ચૂંટણીમાં ફાયદો થશે.પૂર્વ મેયર દિનેશ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી સક્રીય રાજકારણમાં છે અને તમામ વોર્ડમાં કેટલી વસ્તી અને કેવા સમીકરણો સર્જાશે તે વિશે સતત અભ્યાસ પણ કરતા હોય છે. ખાસ કરીને આ વર્ષે રોટેશન આવતા અનેક કોર્પોરેટરોને સીટ પણ બદલવી પડશે, તો અનામતને કારણે આ વખતે ચૂંટણીના સમીકરણો પણ બદલાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.