- INS વાલસુરા નેવી ભરતીમાં ખોટા દસ્તાવેજોથી પ્રવેશનો કારસો
- 8 ઈસમોએ ડમી સર્ટિ રજૂ કરતા ફરિયાદ નોધાઇ
- ખોટું ડોમીસાઇલ સર્ટિફિકેટ બનાવી યુપી -રાજસ્થાનીઓએ કર્યો કારસો
જામનગરઃ આ સદંર્ભની વિગત મુજબ જામનગર ખાતે નેવી તાલીમ સેન્ટર આઈએનએસ વાલસુરામાં (INS Vasura Jamnagar Naval recruitment) ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા આવેલા ઉમેદવારો પૈકીના 6 વ્યકિતઓએ રજૂ કરેલા દસ્તાવેજો બોગસ (Caught in recruitment with bogus documents) હોવાનું ખુલ્યું હતું અને આ 6 શખ્સોએ રજૂ કરેલા ડોમીસાઈલ પ્રમાણપત્ર પણ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.
યુપી રાજસ્થાનના આઠ ઈસમો સામે નોંધાઈ ફરિયાદ
આ કૌભાંડમાં રાજસ્થાનના અલવરમાં ખાનગી ડિફેન્સ એકેડમી ચલાવતા બે શખ્સોની સંડોવણી (Caught in recruitment with bogus documents) ખુલી હતી. જેના આધારે વાલસુરાના અધિકારી મનોજ લક્ષ્મણસીંઘ બીસ્ટે (INS Vasura Jamnagar Naval recruitment) જાણ કરતા આ બનાવ અંગે પીએસઆઈ આર.એ. વાઢેર તથા સ્ટાફે રાજસ્થાનના અલવર જિલ્લાના કોટપુતલીના રાજેન્દ્રસિંગ યાદવ અને વિમલ ઉર્ફે મોનુ નામના ખાનગી ડિફેન્સ એકેડમી ચલાવતા બન્ને શખ્સોએ બોગસ દસ્તાવેજો બનાવી આપ્યા હતાં.
જામનગર પોલીસે ફરિયાદ નોંધી શખ્સોની શોધખોળ શરૂ કરી
આ બોગસ દસ્તાવેજો (Caught in recruitment with bogus documents) સંતોષકુમાર સરદારારામ સેપટ (રહે.મુદવારા, તા. ધોધ, રાજસ્થાન), કમલેશ જગદીશ સારણ (રહે.પુન્યાણા ધોલાશ્રી રાજસ્થાન) કીર્તિ દલવીર પાલ (રહે. દુનેટિયા જી.મથુરા ઉત્તરપ્રદેશ), ગૌરવ રાજવીરસિંગ ચાહર (રહે. ઘડી ઉસરા જી.આગ્રા ઉત્તરપ્રદેશ), ચંદ્રકાંત ધનસિંહ કુશ્વાહ (રહે.મહુવનકાપુરા જી. આગ્રા ઉત્તરપ્રદેશ), શ્રીકાંત શ્રીપ્રેમ સિંગ (રહે. કચુરા, જી.આગ્રા ઉત્તરપ્રદેશ) નામના છ શખ્સોએ બન્ને ભાઈઓ પાસેથી બોગસ દસ્તાવેજો અને ડોકયુમેન્ટ મેળવી વાલસુરામાં ભરતી (INS Vasura Jamnagar Naval recruitment) માટે આ દસ્તાવેજો રજૂ કર્યા હતાં.
આર્મી બાદ નેવીમાં પણ ડમી સર્ટી રજુ કરી ભરતી થનાર સામે તવાઈ
જો કે, કૌભાંડ (Caught in recruitment with bogus documents) ખુલી જતા વાલસુરાના અધિકારી દ્વારા બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. જેના આધારે પોલીસે 8 શખ્સો વિરૂધ્ધ આઈપીસી 465, 466, 468, 471, 484 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Navy Day Celebrations: INS વાલસુરામાં નેવી ડે ની ભવ્ય ઉજવણી, બિટિંગ રિટ્રીટ સહિતના કાર્યક્રમોનુ આયોજન
આ પણ વાંચોઃ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે મળેલી જીતની યાદમાં INS વાલસુરા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન