- જાહેરનામા ભંગ કરવા બદલ રાજ્યપ્રધાન હકુભા સહિત 24 આરોપીઓનો નિર્દોષ છૂટકારો
- જામનગર જિલ્લાના મેજિસ્ટ્રેટની કચેરીએ આવી આવેદનપત્ર આપી એકઠાં થયાં હતાં
- હાલમાં હકુભા રાજયપ્રધાન છે
જામનગરઃ જામનગર જિલ્લા શહેર યુવા કોંગ્રેસ દ્વારા તા.31-8-2012ના ક્લાક 12-30 વાગ્યે લાલબંગલા સર્કલમાં ભેગા એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં એવા મુદ્દા હતાં કેગુજરાત રાજય સરકારના ગળાડૂબ ભ્રષ્ટ્રાચારોમાં સૌરાષ્ટ્રમાં ઘાસચારાની ભયંકર તંગી છે. પશુઓને ખાવા માટે ઘાસ નથી, જનતાને પીવા માટે પાણી નથી આ સરકારની મેલી નીતિ છે, તાલુકાદીઠ ઓછામાં ઓછા ચાર ઘાસ ડેપો ખોલવા તથા ગાય માતાના નામે મત મેળવી ગાયોને ભૂખે મારવા જેવી નિષ્ફળ કરતૂતોના કારણે હાલની ભાજપ સરકારને એક મીનિટ પણ સત્તા પર રહેવા અધિકાર નથી વગેરે રજૂઆત કરી હતી. આ કેસમાં જાહેરનામાં ભંગનો કેસ કરી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
- આ છે ઘટનાની વિગતો
સરકારના રાજીનામાની માગણી સાથે એકઠા થયેલા યુવા કોંગ્રેસી કાર્યકરો લાલબંગલા સર્કલ થી એક રેલી સ્વરૂપે જામનગર જિલ્લાના મેજિસ્ટ્રેટની કચેરીએ આવી ત્યાં આવેદનપત્ર આપી એકઠા થયા હતાં. જેથી આ કાર્યકરો સરકારી મિલકતને કોઈ નુકશાન ન પહોંચાડે કે તોફાન ન કરે કે બીજી કોઈ મિલકત નુકશાન ન કરે તે માટે જામનગર સિટી એ ડિવીઝનના પી.આઇ. વી.જી.રાઠોડ, તેમજ પી.આઈ. જી.એ.સરવેયા તથા તેમનો જરૂરી સ્ટાફ તથા સીટી બી ડિવી. પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એમ. જોશી તથા તેમનો સ્ટાફ જિલ્લા એમ.ઓ.બી. શાખાના અતુલભાઈ વિનોદભાઈને વીડિયો શુટિંગ સાથે હાજર રખાવી સવારથી બંદોબસ્તમાં હાજર હતાં. તે દરમ્યાન કલાક 1 વાગ્યે યુવા કોંગ્રેસના આગેવાનો અને તેમાં રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા સહિત પ્રમુખ પ્રધ્યુમનસિંહ મનુભા જાડેજા, પ્રેમજીભાઈ ચકુભાઈ ખેતીયા, ફલકાન અલીભાઈ શેખ, મુકેશભાઈ માધવજીભાઈ પરમાર, મારખીભાઈ લાખાભાઈ વસરા, આસીફ કાદરભાઈ, નરેશભાઈ દેવજીભાઈ જાદવ, હનીફભાઈ હસનભાઈ, ગીરીશભાઈ નાનજીભાઈ, ઈમરાનભાઈ લાખાભાઈ, હુશેનભાઈ હારૂનભાઈ, ફીરોજભાઈ મુસાભાઈ, ધ્રમરાજસિંહ જયેન્દ્રસિંહ, મહીપાલસિંહ અશોક સિંહ, ગીરીશ રતીલાલ, મોહસીન કાદરભાઈ, જયેશ પ્રેમજીભાઈ, ઇલેશ સુરેશભાઈ, સુરેશભાઈ કરસનભાઈ, ભરત કાળુભાઈ, યોગરાજસિંહ ભરતસિંહ, પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ, ચંદ્રસિંહ ભુપતસિંહ, હાસીફભાઈ કાદરભાઈ આ બધા લોકો ગેરકાયદે ટોળાં સ્વરૂપે ભેગાં થઈ જામનગર ક્લેકટર કચેરી સામે આવેલ ચોગાનમાં આવી ત્યાં એક સાથે ગુજરાત સરકાર વિરૂધ્ધ અને ત્યાં હલ્લો કરવા લાગતાં તેઓ પાસે સરઘસ કાઢવાની પરવાનગી માંગતા પરવાનગી નર્હી હોવાનું જણાવતા ઉપરોકત તમામ વ્યકિતઓની ધરપકડ કરી હતી. તેઓને જામનગર સિટી એ ડિ.વી. પો.સ્ટે.માં લઈ ગયેલ અને ત્યાં સિટી અ ડિવી. ના પી.આઈ. વી.જી.રાઠોડે તમામ આરોપીઓ સામે ઈ.પી.કો.કલમ 188 તથા ગેરકાયદે મડળીની કલમ 143 ગજ. અને આ તમામ આરોપીઓની ધરપકડ કરી. અને’તપાસ કરી આ તમામ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ કરી હતી.
આ કેસ જામનગરની ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સોનીની કોર્ટમાં ચાલી જતા કોર્ટ તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નાસાબિત માની અને જાહેરનામાના ભંગ બદલ તથા ગેરકાયદે મંડળી રચવા સબબના ગુનામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.આ કેસમાં ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા તથા અન્ય આરોપીઓના વકીલ તરીકે મનોજ એમ. અનડકટ, કેતન આશર, રાજેશ એમ. અનડકટ, જયેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ જાડેજા (ભાતેલ),આનંદ ગોહીલ, હેત એમ. અનડકટ હતાં.