ETV Bharat / city

જામનગર કોવિડ હોસ્પિટલ કથિત જાતીય સતામણીકાંડના પડઘા ગાંધીનગરમાં પડ્યા - સરકાર

જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં યુવતીઓના યૌન શોષણ મામલે સરકારે કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે પત્રકારો સાથે વાતચિત કરી હતી.

જામનગર કોવિડ હોસ્પિટલ કથિત જાતીય સતામણીકાંડના પડઘા ગાંધીનગરમાં પડ્યા

author img

By

Published : Jun 16, 2021, 4:45 PM IST

  • કોવિડ હોસ્પિટલમાં યુવતીઓનું કરવામાં આવ્યું યૌન શોષણ
  • જામનગર કોવિડ હોસ્પિટલ કથિત જાતીય સતામણીકાંડના પડઘા ગાંધીનગરમાં
  • સરકારે આપ્યા કડક તપાસના આપ્યા આદેશ

જામનગર: મુખ્ય પ્રધાને કલેક્ટરને કર્યો ફોન સમગ્ર મામલે તપાસના કડક આદેશ આપ્યા છે. જો કે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીની આગેવાનીમાં કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી કૉવિડ કથિત સેક્સકાંડ મામલે કરશે તપાસ થશેે. જો કે ગૃહપ્રધાને પણ પત્રકાર પરિષદ યોજી હતી. જે યુવતીઓએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું તે યુવતીઓ ભૂગર્ભમાં હોવાથી તપાસ કમિટીની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.

જામનગર કોવિડ હોસ્પિટલ કથિત જાતીય સતામણીકાંડના પડઘા ગાંધીનગરમાં પડ્યા

મીડિયા સમક્ષ નિવેદન આપનાર યુવતીઓ ભૂગર્ભમાં

જામનગરમાં કોરોના મહામારી વખતે કોવિડ હોસ્પિટલમાં પેસેન્ટ એટેન્ડસ્ તરીકે ધો.10 ભણેલા 500 જેટલા કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. જો કે કોરોનાના કેસ ઘટતા એટેન્ડેન્સ કર્મીઓને છૂટા કરવામાં આવ્યા છે. જો કે કોવિડ હોસ્પિટલમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા 3 થી 4 વ્યક્તિઓ મહિલા એટેન્ડસને ફોન પર ફિઝિકલ રિલેશન રાખવા માટે કહેતા હોવાનું યુવતીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું છે. જો કે યુવતીઓ પાસે પુરાવા હોવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પણ કોવિડ હોસ્પિટલમાં સેક્સકાંડ ના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે.

મુખ્યપ્રધાને કલેક્ટર સાથે ફોન પર કરી વાત
રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ સવારે જિલ્લા કલેકટરને ફોન પર વાત કરી અને સમગ્ર ઘટના મામલે કડક તપાસના આદેશ આપ્યા છે તો રાજ્યના ગૃહ પ્રધાન દ્વારા પણ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જામનગરની કઈ હોસ્પિટલમાં યુવતીઓ સાથે યોન શોષણ થયું હોવાની ગંભીર ઘટના ઘટી છે જોકે હોસ્પિટલ સત્તાધીશો અને પ્રાંત અધિકારી ની આગેવાનીમાં એક કમિટી બનાવવામાં આવી છે આ કમિટી સમગ્ર ઘટનાની તપાસ કરશે અને તેનો રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કરશે.

જામનગરના કલેકટરએ પત્રકારો સાથે કરી વાત
સમગ્ર ઘટના મામલે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટી યૌન શોષણનો ભોગ બનેલી યુવતીઓના નિવેદન લેશે અને ટેલિફોનિક વાતચીત તેમજ અન્ય જે પુરાવો છે તે એકત્રિત કરી અને રિપોર્ટ સમગ્ર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે.

ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ
▪ એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભે સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડાશે નહીં, કસૂરવાર સામેકડક કાર્યવાહી કરાશે : ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા
▪ ઘટનાની ન્યાયિક તપાસ માટે સ્થાનિક કક્ષાએ કમિટિ બનાવી તપાસ કરવાના આદેશો આપતા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી

ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજે મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશો કર્યા છે. આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશ્નરને સુચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતી નિમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યુ છે. આ તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ (ASP) અને મેડિકલ કોલેજના ડીનની નિમણૂંક કરાઇ છે. આ કમિટિ સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે ગુન્હેગારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે. પ્રધાન જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્ય ભરમાં કોઇપણ બહેન કે દિકરીઓ રોજગારી માટે જયાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતુ હશે તો રાજય સરકાર ચલાવી લેશે નહી અને કોઇને પણ છોડશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.