ETV Bharat / city

જામનગરમાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં જિલ્લા કલેક્ટરે વેક્સિન મૂકાવી - કોરોના વેક્સિન

જામનગરમાં પણ કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. જામનગરના જિલ્લા કલેક્ટર એસ. રવિશંકર અને અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ પણ કોરોનાની વેક્સિન લઈ લોકોને પ્રોત્સાહિત કર્યાં હતાં. આ સાથે જ તેમણે પ્રેરણાત્મક સંદેશ આપી કોરોનાની વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું પણ જણાવ્યું હતું.

જામનગરમાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં જિલ્લા કલેક્ટરે વેક્સિન મૂકાવી

author img

By

Published : Feb 8, 2021, 3:59 PM IST

  • જામનગરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ
  • જિલ્લા કલેક્ટર અને અધિક કલેક્ટર બંને અધિકારીએ વેક્સિન મૂકાવી
  • વેક્સિનેશન બાદ કોરોનાની વેક્સિન સુરક્ષિત હોવાનો સંદેશ અપાયો
    વેક્સિનેશન બાદ કોરોનાની વેક્સિન સુરક્ષિત હોવાનો સંદેશ અપાયો

જામનગરઃ જામનગર જિલ્લામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 50 વર્ષથી વધુ વયના નાગરિકોનો કોરોનાની વેક્સિન આપી સુરક્ષિત કરવાની ઝૂંબેશ શરૂ થઈ ગઈ છે. આ વેક્સિનેશન ઝૂૂંબેશને જામનગરના નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જામનગરમાં જિલ્લા કલેક્ટર એસ. રવિશંકર અને અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ પણ કોરોનાની વેક્સિન મુકાવી લોકોને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. આ સાથે જ વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું પણ બંને અધિકારીઓએ જણાવ્યું હતું.

જામનગરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ

જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને વેક્સિન લેવા અનુરોધ કર્યો

જિલ્લા કલેક્ટર એસ. રવિશંકરે કહ્યું હતું કે, વેક્સિન સુરક્ષિત છે. વેક્સિનેશનની સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. આ વેક્સિનની કોઈ આડઅસર પણ નથી. જામનગરના અન્ય નાગરિકો પણ વગર કોઈ સંકોચે વેક્સિન મુકાવવી જોઈએ.

જિલ્લા કલેક્ટર અને અધિક કલેક્ટર બંને અધિકારીએ વેક્સિન મૂકાવી

નિષ્ણાત ડોક્ટરોએ વેક્સિનેશન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું

આ વેક્સિનેશન અભિયાન દરમિયાન જી. જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દિપક તિવારી, એમ. પી. શાહ, મેડીકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, અધિક ડીન અને કોરોનાના નોડલ ડો. એસ. એસ. ચેટરજી વગેરે ડોક્ટર્સ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.