- જામનગરમાં એક સામાજિક સંસ્થાએ કોરોનાકાળમાં માનવતા મેહેકાવી
- સંસ્થા દર્દીના ઘરે જઈને કરે છે સારવાર
- 35 વ્યક્તિના ગ્રુપમાં 12 સભ્ય ડૉક્ટર્સ
જામનગર: જિલ્લામાં વધતાં કોરોનાના કેસ જિલ્લા વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે, બીજી બાજુ દર્દીઓ પણ હોસ્પિટલ સુધી જતા ડરી રહ્યા છે. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેટ થયા છે. ઘરે રહેલા દર્દીઓ સાથે પરિવારજનો પણ તમામ પ્રકારના કોમ્યુનિકેશન ઓછા કરી નાખે છે ત્યારે ક્યાંકને ક્યાંક આ દર્દી ડિપ્રેશનમાં આવી જાય છે.
આ પણ વાંચો : જામનગરમાં બુધવારથી મિની લોકડાઉન શરૂ
દર્દીઓની વિનામૂલ્યે સારવાર
ખાસ કરીને કોરોના પોઝિટિવ દર્દીને ઘરે જ યોગ્ય સારવાર મળી રહે તે માટે ઘરે ઘરે ડૉક્ટર્સની ટીમ વિઝીટ કરી રહી છે. એક બાજુ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાસેથી મસમોટી ફી લેવામાં આવી રહી છે તો બીજી બાજુ સામાજિક સંસ્થાઓ વિના મૂલ્યે કોરોનાના દર્દીઓની સેવા કરી રહી છે.
કોરોનાના ભયથી દર્દીઓ હોસ્પિટલમાં જતા નથી
હાલ જામનગર પથકમાં કોરોનાની ભયંકર પરિસ્થતિ છે. વધતા કોરોનાના કેસમાં વધારો થતા અન્ય જિલ્લામાંથી આવતા દર્દીઓ પણ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે સામાજિક સંસ્થાઓ આગળ આવે અને વિકટ પરિસ્થિતિમાં દર્દીઓને સારવાર મળી રહે તે જરૂરી બન્યું છે.