જામનગરઃ કોરોના કેસની વાત કરીએ તો, શહેરમાં શનિવારે 89 પોઝિટિવ કેસ અને રવિવારે 73 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લાના ગ્રામ્યમાં 21 અને 18 મળી કુલ 201 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સાથે-સાથે દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન 175 દર્દીઓની રજા આપવામાં આવી છે તેમજ જામનગર જિલ્લામાં 1,52,000 લોકોનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં બે દિવસમાં કોરોના સંક્રમિતનો આંકડો ઘટ્યો છે પણ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા આંકડા જાહેર કરવામાં આવે છે તેમાં પણ સાચા આંકડા દેખાડવામાં ન આવતો હોવાની પણ અનેક ફરિયાદો થઈ છે.