ETV Bharat / city

ગૃહપ્રધાન અમિત શાહે પત્ની સાથે દ્વારકાધીશ મંદિરે શીશ નમાવ્યું, ચરણપાદુકાની કરી પૂજાવિધિ - કોસ્ટલ પોલીસ દ્વારકા

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah in Dwarka) જગતમંદિર દ્વારકાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન દ્વારકાના પૂજારીઓએ એમના હસ્તે દ્વારકાધીશની વિશેષ પૂજા કરાવી હતી. ખાસ હેલિકોપ્ટરથી દ્વારકા પહોંચેલા અમિત શાહે દર્શન કરીને મોજપમાં મરીન કોસ્ટલ એકેડેમીની (Marine Coastal Academy) મુલાકાત લીધી હતી.

દ્વારકામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચ્યા હતા

author img

By

Published : May 28, 2022, 4:15 PM IST

દેવભૂમિ દ્વારકા: અમિત શાહ ગુજરાતની મુલાકાતે (Amit Shah Gujarat Visit) આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં મોજપ ખાતે મરીન કોસ્ટલ એકેડેમીની મુલાકાત લેતા પૂર્વે તેમણે જામનગરમાં ટૂંકુ રોકાણ કર્યું હતું, પછી દ્વારકા માટે રવાના થયા હતા. ગૃહપ્રધાન અમિત શાહ જામનગર એરપોર્ટ (Amit Shah Jamnagar Air port) પર પહોંચતા જામનગર ક્લેક્ટર સૌરભ પારધી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, એરપોર્ટ ડાયરેક્ટર સચીન ખંગાર સહિતના પદાધિકારીઓએ એમનું સ્વાગત કર્યું હતું. દ્વારકા હેલિપેડ (Amit Shah in Dwarka) પર ભાજપના અગ્રણીઓ, નેતાઓ તથા સરકારના પદાધિકારીઓએ એમને વેલકમ કર્યા હતા.

દ્વારકામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી પહોંચ્યા હતા

આ પણ વાંચો: સામાન્ય પરીવારની દીકરીએ ધોરણ 12 સાયન્સના પરિણામમાં માર્યું મેદાન

ચરણપાદુકાનું પૂજન કર્યું: દ્વારકા દર્શન માટે આવેલા અમિત શાહ તથા એમના પત્નીએ દ્વારકાધીશની ચરણપાદુકાનું પૂજન કર્યું હતું. પૂજારીઓએ પીળા રંગનો ખેસ પહેરાવીને દ્વારકાધીશના દર્શન કરાવ્યા હતા. નીજ મંદિર પાસે દર્શન કરીને અમિત શાહે દ્વારકાધીશનો પરિવારિક આંબો પણ નિહાળ્યો હતો. એ પછી મંદિરની વિઝિટ બુકમાં નોંધ કરી હતી. એ પછી મોજપ ખાતે આવેલ કોસ્ટલ પોલિસ એકેડેમીની લીધી હતી. મરીન પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ કરીને તેઓ બપોરના સમયે દ્વારકાથી જામનગર જવા માટે રવાના થયા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી. પણ કેન્દ્રના મોટાકદના કહેવાતા નેતાઓની મુલાકાત ગામે ગામ શરૂ થઈ ચૂકી છે.

આ પણ વાંચો: Mitti Bachao Abhiyan : સદગુરુ જગ્ગી વાસુદેવે માટી બચાવો યાત્રાને લઈને ખોલ્યા તથ્યો

આગેવાનોની ખાસ હાજરી: આ પ્રસંગે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, ખિમભાઇ જોગલ, ગ્રામગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુ બેરા, જિલ્લા પ્રભારી પ્રદીપ ખિમાણી, નગરપાલિકા પ્રમુખ જ્યોતિ સામાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, અગ્રણી વી.ડી.મોરી, સંદીપસિંહ માણેક, શૈલેષભાઈ કણજારીયા, મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેરે અમિત શાહને આવકાર્યા હતા. દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાએ પણ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટના ધનરાજભાઈ નથવાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, ખેરાજભાઈ કેર, ઓખા શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઈ કોટેચા, દેવભૂમિ દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજાગભાઈ માણેક, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપપ્રમુખ નયનાબા રાણા, દેવભૂમિ દ્વારકા ભાજપ જિલ્લા મંત્રી રમેશભાઈ હેરમા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય જે. કે. હથિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.